Thursday, December 26, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

સુરતમાં સોનાના બિસ્કીટની લૂંટનો ભેદ ઉકેલાયો, આરોપી IITનો વિદ્યાર્થી


  • વડોદરા હાઈવે પરથી ચાર લૂંટારુઓ ઝડપાયા
  • આરોપીઓ પાસેથી લૂંટનો મુદ્દામાલ કબજે
  • આરોપીઓએ ગઈકાલે બપોરે ચલાવી હતી લૂંટ

સુરતમાં સોનાના બિસ્કીટની લૂંટનો ભેદ ઉકેલાયો છે. જેમાં ચોરનો વીડિયો સામે આવ્યો છે. તેમાં વડોદરા હાઈવે પરથી ચાર લૂંટારુઓ ઝડપાયા છે. તથા આરોપીઓ પાસેથી લૂંટનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીઓએ ગઈકાલે બપોરે લૂંટ ચલાવી હતી.


રૂપિયા 65 લાખના સોનાના બિસ્કીટની લૂંટ

રૂપિયા 65 લાખના સોનાના બિસ્કીટની લૂંટ ચલાવી હતી. ત્યારે સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતુ કે લૂંટારુ તમામ ઇન્દોરના રહેવાસી છે. એક આરોપી IITનો વિદ્યાર્થી છે. મહિલા મારફતે સુરતમાં સંપર્ક થયો હતો. જેમાં બિલ વગર ધંધો કરતા વેપારીને ટાર્ગેટ કર્યો હતો. તથા CCTVથી બચવા વેપારીને બહાર બોલાવ્યો હતો. તેમજ લૂંટમાં વપરાયેલી કાર કબજે કરવામાં આવી છે.


જાણો સમગ્ર ઘટના:

ગત 30 મેના રોજ ભટાર કાપડિયા હેલ્થ ક્લબ પાસે આવેલા જ્વેલર્સના માલિકે બે કર્મચારીઓને 100 ગ્રામના સોનાના 10 બિસ્કિટ આપવા મોકલ્યા હતા. કારના નંબર આધારે કર્મચારીએ મદનલાલ શાહનું નામ આપ્યું હતું, પરંતુ તેઓ એક મહિલા સાથે બહાર ઊભા હતા. દરમિયાન કારમાં બેઠેલા શખ્સે સોનાના બિસ્કિટ ચેક કરી, ચેક આપવાની વાત કરી હતી. કર્મચારીએ ચેક લેવા ના પાડી કર્મચારી પણ કારમાં બેસી ગયો હતો. એટલામાં બીજા એક શખ્સે આવી કર્મચારીને ધક્કો મારી સોનાની લૂંટ ચલાવી ત્રણેય યુવકો ભાગી છૂટ્યા હતા. પોલીસે વડોદરાથી આરોપીઓને ઝડપી પાડયા છે.

માલિકે દોડી આવી પોલીસને જાણ કરી

કર્મચારીએ તાત્કાલિક માલિકને જાણ કરતાં માલિકે દોડી આવી પોલીસને જાણ કરી હતી. ઘોડદોડ રોડના પોદ્દાર આર્કડમાં સોનલ જ્વેલર્સના માલિક સંજય જૈનની ભટારમાં રહેતા મદનલાલ શાહ સાથે મિત્રતા છે. બનાવ અંગે જ્વેલર્સની દુકાનના સેલ્સમેન રાજેશ હીરાલાલ શાહે ખટોદરા પોલીસમાં ફરિયાદ આપી હતી. જેથી ક્રાઈમબ્રાંચની અલગ- અલગ ટીમો તેમજ ખટોદરા પોલીસ સ્ટેશની ટીમો વર્ક આઉટમાં હતી. દરમ્યાન ખટોદરા પોલીસ તેમજ ક્રાઈમ બ્રાંચની ટીમને ટેકનિકલ તેમજ સીસીટીવીના આધારે આધારભુત હકીકત મળી હતી કે લૂંટને અંજામ આપનાર ઈસમો મધ્યપ્રદેશ ઈંદોરના છે અને પોતાની ફોર-વ્હિલર કાર લઈ કરજણ-વડોદરા થઈ મધ્યપ્રદેશ તરફ રવાના થયા છે. પોલીસે વડોદરા ગ્રામ્યની વરણામા પોલીસની મદદથી એક સંયુક્ત ઓપરેશન પાર પાડી વરણામા ખાતેથી ચાર આરોપીઓને 10 નંગ સોનાના બિસ્કિટ વજન 1 કિલો કિ.રૂ 65,00,000/- તેમજ સ્વીફ્ટ ડીઝાયર કાર અને 03 મોબાઈલ સાથે ઝડપી પાડયા હતા.

પકડાયેલા આરોપીઓના નામ:

– દેવેન્દ્ર કૈલાશ નરવરીયા

– મોહીત રાઘવેન્દ્ર વર્મા

– સૌરભ મુકેશ વર્મા

– પિયુષ મોહનલાલ યાદવ

આરોપીઓ મોહીત વર્માએ પોલીસની પૂછપરછમાં જણાવ્યું હતું કે આજથી આશરે છ મહીના પહેલા ઇન્દોરની રહેવાસી વર્ષા પવારે જણાવ્યું હતું કે, સુરતમાં પોતાના ઓળખીતા છે તેમની પાસે બીલ વગરનું ગોલ્ડ છે તેઓનું ગોલ્ડ કમીશનથી તેઓ વેચનાર છે. જો તમારી પાસે કોઇ બીલ વગરનુ ગોલ્ડ ખરીદનાર કસ્ટમર હોય તો ગોલ્ડ વેચાવી આપજો. મોહિતે શોર્ટકટથી રૂપિયા કમવવા પ્લાન બનાવ્યો હતો. મોહિત આઈઆઈટીમાં અભ્યાસ કરતો હતો.

પરિવારની સ્થિતિને જોતા અભ્યાસ છોડી દીધી

જોકે પરિવારની સ્થિતિને જોતા અભ્યાસ છોડી દીધી હતો. મોહીતના માતા પિતા ગુજરી ગયા બાદમા ઘરમા કમાનાર માત્ર પોતે એકલો જ હતો અને ભાઇ અને બહેનની સ્કૂલ કોલેજની ફી માટેના પૈસા પણ ભરી શકતો ન હતો અને આર્થીક તંગીના કારણે પોતે કંટાળી ગયો હતો. આ દરમ્યાન પાચેક દીવસ અગાઉ વર્ષા પવારનો ફોન આવતા ગોલ્ડ વેચાણ બાબતે જણાવતા પોતે નક્કી કરેલ કે મીત્રો સાથે સુરત જઇ સુરતનો જે ઇસમ ગોલ્ડ બતાવવા આવશે ત્યારે તેનુ ગોલ્ડ ચકાસવાના બહાને ગોલ્ડની લુંટ કરી ત્યાથી નાશી જવાનુ અને ઇન્દોરમા સોનુ વેચી જે કઇ મળે તે સરખે હીસ્સે વહેંચી લઇશુ. લૂંટનો પ્લાન મનોમન નક્કી કર્યો અને તા. 29 મેના રોજ રાત્રે ચારેય મીત્રો તથા વર્ષ પવારને સાથે લઇ ઇન્દોરથી ગોલ્ડ ખરીદવાના બહાને સુરત આવવા નીકળ્યા હતા.

વર્ષા નામની મહિલાની પૂછપરછ ચાલી રહી છે

પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, વર્ષા નામની મહિલાની પૂછપરછ ચાલી રહી છે. જો તેની આ લૂંટમાં સંડોવણી જણાશે તો તેની સામે પણ કાર્યવાહી થશે. હાલ તો આ મહિલાની લૂંટમાં કોઈ સંડોવણી સામે આવી નથી. આ સાથે જ જ્વેલર્સે પણ બિલ વગરનું સોનું વેચવાનો પ્રયાસ કરતા તેને લઈને પણ એજન્સીઓને જાણ કરી દેવામાં આવી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles