- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આ અંગે વિશેષ ધ્યાન દોરવામાં આવશે
- શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ બાળકોનો લીધો ક્લાસ
- રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ શાળાનું લોકાર્પણ કર્યું
સુરતમાં અનોખી શાળા શરૂ કરવામાં આવી છે. વર્ગખંડ જેવી તમામ આધુનિક સુવિધા સાથેની હરતી ફરતી શાળા શરૂ કરવામાં આવી છે. સુરતમાં ફૂટપાથ પર રહેતા બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ વિદ્યાકુંજ-વિદ્યાદીપ ગ્રુપ દ્વારા પ્રમુખ સ્વામી સ્મૃતિ વિદ્યામંદિર ફરતી શાળા શરૂ કરી છે.
શાળા રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશના હસ્તે ખુલ્લી મુકવામાં આવી
શાળા દ્વારા પ્રમુખસ્વામીની જન્મ શતાબ્દીમાં સેવા કરવા ન જઈ શકતા તેમણે આ પ્રકારની શાળા બનાવી ગરીબ બાળકોને શિક્ષણ આપવાનો વિચાર કર્યો હતો. આ બસ 8 લાખથી વધુની કિંમતે તૈયાર કરવામાં આવી છે. જેનું આજે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા અને રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશના હસ્તે ખુલ્લી મુકવામાં આવી છે.
શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ બાળકોનો લીધો ક્લાસ
સુરતના અડાજણ વિસ્તારમાંથી આજે એક અનોખી શાળા શરૂ કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા, રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશના હસ્તે આ અનોખી શાળાની શરૂઆત કરવાની છે. અડાજણ વિસ્તારમાં આવેલ વિદ્યાકુંજ સંકુલના ટ્રસ્ટી દ્વારા અનોખી શાળા આજથી શરૂ કરવામાં આવી છે. વર્ગખંડની જેમ જ બસની અંદર હરતી ફરતી શાળા શરૂ કરવામાં આવી છે. વિદ્યાકુંજ-વિદ્યાદીપ ગ્રુપ દ્વારા દિવ્ય પથ – માનવતાની મહેક ટ્રસ્ટ અંતર્ગત પ્રમુખ સ્વામી સ્મૃતિ વિદ્યામંદિર નામથી અનોખી મોબાઈલ સ્કૂલ શરૂ કરવામાં આવી છે. આ સ્કૂલમાં સુરતના ગરીબ અને ફૂટપાથ પર રહેતા વિચરતી જાતિના બાળકોને શિક્ષણ મળી રહે તે હેતુથી આ અનોખી ફરતી શાળા શરૂ કરવામાં આવી છે. આ અનોખી શાળાનું આજે રાજ્યના શિક્ષણ મંત્રીના હસ્તે લોકાર્પણ કરામાવા આવ્યું છે. આ બસમાં સ્કૂલના ક્લાસરૂમ જેવું વાતાવરણ બનાવમાં આવ્યું છે. બસની અંદર સીટો નહિ પરંતુ રંગબેરંગી બેન્ચ મૂકવામાં આવી છે. ક્લાસરૂમમાં જેમ બોર્ડ લગાવાયું છે. બાળકોને મનોરંજન આપવા અને મનોરંજન સાથે જ્ઞાન આપવા ટીવી પણ રખાયું છે. આ ઉપરાંત બાળકો માટે જુદા જુદા પ્રકારના રમતના સાધનો પણ આ બસની અંદર મૂકવામાં આવ્યા છે.
રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ શાળાનું લોકાર્પણ કર્યું
રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ હરતી ફરતી અનોખી પ્રમુખ સ્વામી સ્મૃતિ મંદિર શાળાનું લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણ સમયે આ બસમાં અનેક નાના નાના ગરીબ બાળકોને બેસાડવામાં આવ્યા હતા. ત્યારે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા દ્વારા આ બાળકોને સાથે બેસી તેમની સાથે વાતચીત કરી હતી. શાળાની સુવિધા અને ઉપકરણો જોઈ ખુદ શિક્ષણ મંત્રી પણ આશ્ચર્યચકિત રહી ગયા હતા. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ ગરીબ બાળકો સાથે હળવા મૂડમાં રહીને જરૂરી શિક્ષણનું જ્ઞાન પીરસ્યુ હતું. તમામ ગરીબ બાળકોને શિક્ષણ મંત્રીએ ખુદ ઉભા રહીને ભણાવ્યા હતા.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આ અંગે વિશેષ ધ્યાન દોરવામાં આવશે
ફરતી ફરતી શાળાના લોકાર્પણ પ્રસંગે આવેલ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું હતું કે આ પ્રકારનું કાર્ય ખૂબ જ અનોખું અને ઉમદા છે. ગરીબ અને ફૂટપાથ પર રહેતા બાળકોને શિક્ષણ આપવાનો વિચાર તેમને પાસે જઈને કરવું એ ખૂબ જ ઉત્તમ છે. બસમાં તમામ પ્રકારની અત્યાધુનિક સાધનો ઉભા કરીને વર્ગખંડ અને શાળા જેવો માહોલ ગરીબ બાળકોને આપી શિક્ષણ પ્રત્યે જાગૃતતા લાવવાનો આ ખૂબ જ અનોખો પ્રયાસ છે. મહેશભાઈ પટેલની આ પહેલને સમગ્ર રાજ્યમાં અમલી થાય તે પ્રકારના પ્રયાસ કરવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આ અંગે વિશેષ ધ્યાન દોરવામાં આવશે. અને ત્યારબાદ રાજ્યના તમામ સામાજિક સંગઠનો,ખાનગી શાળાઓ, જુદા જુદા ટ્રસ્ટોને સાથે વાતચીત અને મીટીંગ કરી સમગ્ર રાજ્યમાં આ પ્રકારની હરતી ફરતી ગરીબ બાળકો માટે શાળા શરૂ કરવામાં આવે તેવી સમજણ આપી તેમને આવું કાર્ય કરવા પ્રેરવમાં આવશે આવશે.