સુરત ગુજરાત: આપઘાતના કિસ્સાઓમાં દિવસે અને દિવસે સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. લોકોના જીવનમાં થોડી મુશ્કેલી આવે કે તે મુશ્કેલી સામે લડવાને બદલે તરત જ આપઘાત કરી લેતા જોવા મળે છે. આવો જ એક વધુ કિસ્સો ગુજરાત (Gujarat) રાજ્યમાં આવેલા સુરત (Surat) શહેરમાંથી સામે આવ્યો છે.
સુરત શહેરમાં આવેલા નાના વરાછા વિસ્તારમાં ધોરણ 11 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ગળાફાંસો લગાવીને પોતાના જ ઘરમાં આપઘાત કરી લીધો છે. જેમ જેમ વાર્ષિક પરીક્ષાઓ નજીક આવે છે તેમ તેમ વિદ્યાર્થીઓના આપઘાતના કિસ્સાઓમાં પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.
સુરતના નાના વરાછા વિસ્તારમાં સુરેશભાઈ તેના પરિવાર સાથે રહે છે. તેઓ મોટર સાયકલનું ગેરેજ ચલાવીને પરિવારનું ગુજરાત ચલાવી રહ્યા છે. તેમને એક પુત્રી છે જેની ઉંમર 17 વર્ષ છે અને તેનું નામ સુમિતા છે. સુમિતા ધોરણ 11 માં વરાછામાં આવેલી તપોવન વિદ્યાલયમાં ભણી રહી હતી.
ત્યારે આજે વહેલી સવારે પુત્રી સુમિતાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. જ્યારે માતા સવારે જાગીને રસોડામાં આવી અને પુત્રીનો લટકતો દેહ જોયો ત્યારે તો જાણે તેના પગ નીચેથી જમીન જ સરકી ગઈ હતી. પુત્રીના આ પગલાંથી સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ ઘટનાની જણ પોલીસને થતા તરત જ તેની ટીમ સાથે ઘટના સ્થળે આવી પહોંચી હતી. ઘટના સ્થળે આવ્યા બાદ પોલીસે તમામ તપાસ હાથ ધરી હતી. જ્યારે પોલીસે પરિવાર સાથે વાત કરી ત્યારે પોલીસને જાણવા મળ્યું કે વિદ્યાર્થીને ભણવામાં ખૂબ જ હોશિયાર હતી અને તેને કોઈપણ પ્રકારની સમસ્યા પણ હતી નહીં.
વિદ્યાર્થિની આસપાસથી કોઈ સુસાઇડ નોટ કે કોઈ ખાસ આપઘાત પાછળનું કારણ મળ્યું નથી.વિદ્યાર્થીની આ પગલું શા માટે ભર્યું તે કારણ હજુ સુધી સામે આવ્યું નથી હાલ આ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી રહી છે.