Tuesday, December 24, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

સુરતમાં 7 વર્ષીય બાળકી પર બળાત્કાર કરીને હત્યા કરવાના કેસમાં આરોપીને ફાંસીની સજા


સુરતમાં રેપ વીથ મર્ડરના કેસમાં સુરત કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે. આરોપી મુકેશ પંચાલે સાત વર્ષની બાળકીનું અપહરણ કર્યુ હતુ અને અપહરણ કર્યા બાદ રેપ કર્યો હતો. આરોપી મુકેશ પંચાલે માસૂમ બાળકીની હત્યા કરીને તેના મૃતદેહને પલંગમાં છૂપાવી દીધો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરીને જેલના હવાલે કરી દીધો હતો.

હાઈલાઈટ્સ:

  • 7 ડિસેમ્બરે પરપ્રાંતિય પરિવારની 7 વર્ષની બાળકી ગુમ થઈ હતી
  • એક મકાનમાં બાળકીનો મૃતદેહ મળી આવતા પોલીસ ફરિયાદ થઈ હતી
  • પોલીસે આરોપી મુકેશ પંચાલને ગણતરીના ક્લાકોમાં જ ઝડપી પાડ્યો હતો

સુરત: સુરતમાં ચકચારી બનેલા રેપ વિથ મર્ડર કેસમાં કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે. 7મી ડિસેમ્બરે સુરતના ચોકબજાર વિસ્તારમાં આરોપીએ માસૂમ બાળકી પર રેપ કર્યો હતો અને ત્યારબાદ તેની હત્યા કરી દીધી હતી. આ કેસમાં ક્રાઈમબ્રાંચે આરોપી મુકેશ પંચાલની ધરપકડ કરી હતી. આ કેસની બે મહિનામાં જ ટ્રાયલ પૂરી કરી દેવામાં આવી અને આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.

હત્યા કરીને મૃતદેહને કોથળામાં ભર્યો હતો
સુરતના ચોકબજાર વિસ્તારમાં 7મી ડિસેમ્બરે એક પરપ્રાંતિય પરિવારની સાત વર્ષની બાળકીનું અપહરણ થયુ હતુ. ગુમ થયેલી બાળકીને પરિવાર શોધી રહ્યો હતો ત્યારે એક મકાનમાંથી બાળકી મૃત હાલતમાં મળી આવી હતી.મુકેશ પંચાલ નામના વ્યક્તિએ જ બાળકીનું અપહરણ કર્યુ હતુ અને તેના પર દૂષ્કર્મ ગુજારીને તેની હત્યા કરી દીધી હતી. આરોપી મુકેશે બાળકીની હત્યા કરીને તેના મૃતદેહને કોથળામાં ભરી દીધો હતો અને તે કોથળો પલંગમાં મુકી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે સુરતના ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આરોપી મુકેશ પંચાલને ઝડપી પાડવા તપાસ શરૂ કરી હતી.

પોલીસની ઝડપથી કાર્યવાહી
ક્રાઈમ બ્રાંચની ટીમે ગણતરીના ક્લાકમાં જ આરોપી મુકેશ પંચાલની ધરપકડ કરી હતી. મુકેશ પંચાલે સમગ્ર હકિક્ત પોલીસને જણાવી હતી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ક્રાઈમ બ્રાંચે આરોપી મુકેશને ઝડપથી સજા થાય અને બાળકીના પરિવારને ઝડપથી ન્યાય મળે તે માટે પોલીસે ઝડપી કાર્યવાહી કરી હતી. પોલીસે ખૂબ ટૂંકા ગાળામાં સુરત કોર્ટમાં ચાર્જશીટ ફાઈ કરી હતી અને બે મહિનાની ટ્રાયલમાં આરોપીને સજા ફટકારવામમાં આવી હતી

સુરત કોર્ટમાં કેસ દરરોજ ચાલતો હતો
આ કેસ અંગે જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યુ હતુ કે, બાળકીની ઉંમર માત્ર 7 વર્ષની જ હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. સુરત કોર્ટમાં આ કેસ દરરોજ ચાલતો હતો. કોર્ટે આરોપીને IPC કલમ 302, 376 સહિતની કલમ હેઠળ દોષિત ઠેરવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સ્વસ્તિકસાપ્તાહિક/SNNews સાથે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles