Monday, January 13, 2025

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

સુરત એરપોર્ટ વિસ્તરણનું 94 ટકા કામ પૂર્ણ થયું, જુલાઈ સુધીમાં કાર્યરત થશે


  • એરપોર્ટ ઓથોરિટીએ પ્રથમ વખત માહિતી શેર કરી
  • જુલાઈ મહિના સુધીમાં તૈયાર થઈ શકે છે નવું બ્લિડિંગ
  • અપગ્રેડેશન બાદ ટર્મિનલ બિલ્ડિંગમાં 1800 મુસાફરોની ક્ષમતા

સુરતને આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટની સુવિધા માટે કામગીરી ઝડપથી આગળ ચાલી રહી છે. જેમાં એરપોર્ટ પર રૂ. 353.25 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા નવા ટર્મિનલ બ્લિડિંગનું કામ પણ ઝડપથી આગળ વધી રહ્યું છે અને તે પણ અંતિમ તબક્કામાં પહોંચ્યું છે, જેમાં 94% કામ પૂર્ણ થઈ ગયું છે.


સુરત ટર્મિનલ બિલ્ડિંગનું બાંધકામ 138.48 કરોડના ખર્ચે પૂર્ણ થવાની સ્થિતિમાં છે. જ્યારે પેરેલલ ટેક્સી ટ્રેકનું કામ 63.13 કરોડના ખર્ચે આગળ વધી રહ્યું છે. જ્યારે ટર્મિનલ બ્લિડિંગને લાગીને આવેલા કેનોપી બનાવવાનું કામ 15.57 કરોડના કર્ચે કરવામાં આવી રહ્યું છે. આ તમામ સુવિધાબાદ સુરત એરપોર્ટની સુવિધાઓમાં વધારો થશે.


આ સાથે એપ્રોન વિસ્તરણ અને પેરેરલ ટેક્સી ટ્રેકનું કામ પણ 72 ટકા પૂર્ણ થયું હોવાની માહિતી સુરત એરપોર્ટ ઓથોરિટી દ્વારા આપાવમાં આવી છે. નોંધનીય છે કે, અપગ્રેડેશન પછી, ટર્મિનલ બિલ્ડિંગમાં 1800 મુસાફરોની પીક અવરમાં ક્ષમતા હશે, તેમજ પાંચ એરોબ્રિજ અને 5 બેગેજ કેરોસેલ્સ અને પેસેન્જરો માટે ઘણી ઉત્તમ સુવિધાઓથી સજ્જ હશે.


નોંધનીય છે કે, જૂન મહિનામાં ચોમાસુ શરૂ થતું હોવાના કારણે કામ ઝડપથી ચાલી રહ્યું છે. જેને જોતાં જુલાઈના અંત સુધીમાં એરપોર્ટ વિસ્તરણનું કામ પૂર્ણ થઈ શકે તેમ છે. છેલ્લા ઘણાં સમયથી સુરતના એરપોર્ટ ટર્મિનલનું કામ ચાલી રહ્યું છે, વચ્ચે કોરોનાકાળમાં કામ અટકી ગયું હતું જે બાદ ઝડપથી કામ પૂર્ણ કરવા માટે આગળ વધી રહ્યું છે.



Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles