ગુજરાતભર માં આજ થી વિદ્યાર્થીઓને બોર્ડ ની પરીક્ષાનો પ્રારંભ થઇ ગયો છે, ત્યારે કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષા સેન્ટર સુધી પહોંચવામાં અટવાય તો ટ્રાફિક પોલીસનો સંપર્ક કરતાની સાથે જ ટ્રાફિક પોલીસના જવાનો પોતાના બાઈક પર આ વિદ્યાર્થીને સ્કૂલ સુધી પહોંચાડશે. પ્રથમ કિસ્સામાં એક વિદ્યાર્થીને પહોંચાડતા વિદ્યાર્થી એ સુરત પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
સુરત ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગ
ગુજરાતભરમાં આજથી ધોરણ 10 અને 12 ની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે આ પરીક્ષા બાળકો માટે ખૂબ જ મહત્વની હોય છે. આવામાં બાળકો સમયસર પોતાની શાળાએ પરીક્ષામાં પહોંચે તે માટે તેમને કોઈ તકલીફ ના પડે જેને લઇ સુરત ટ્રાફિક પોલીસે એક નવતર પ્રયોગ કર્યો હતો. સુરતમાં મેટ્રોનું કામ ચાલી રહ્યું છે ત્યારે આવા અટવાઈ પરીક્ષા આપવા જતા અને અટવાઈ ગયા હોય તેવા બાળકો પોલીસનો સંપર્ક કરશે તો પોલીસ તેમને તાત્કાલિક પોતાની ગાડી પર શાળા સુધી પહોંચાડવાની જવાબદારી લીધી હતી.
વિદ્યાર્થીઓએ સુરત ટ્રાફિક પોલીસનો આભાર પણ વ્યક્ત કર્યો
આ માટે સુરત પોલીસ દ્વારા શહેરના અલગ-અલગ ટ્રાફિક પોઇન્ટ ઉપર 94 જેટલા પોલીસ કર્મચારીઓ બાઇક સાથે તૈનાત રાખવામાં આવ્યા છે. આ ટ્રાફિક જવાન પોતાની મોટરસાયકલ લઈ આ બાળક સુધી પહોંચશે અને ફાઇનલી આ બાઈક ઉપર બાળકને સવાર કરી તેમને સ્કૂલ સુધી પહોંચાડવા માટેની જવાબદારી દીધી હતી. આજે ધોરણ 10 ની પરીક્ષાના પહેલા જ પેપરમાં કિન્નરી સિનેમા પાસે અલીરજા આરીફ પઠાણ નામનો ધોરણ 10નો વિદ્યાર્થી અટવાયો હતો અને તેને પોલીસે તાત્કાલિક વનિતા વિશ્રામ હાઈસ્કૂલ ખાતે છોડી દીધો હતો. જેને લઈને વિદ્યાર્થીઓએ સુરત ટ્રાફિક પોલીસનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સ્વસ્તિકસાપ્તાહિક/SNNews સાથે.