સુરતમાં નિવૃત્ત મામલતદારના ઘરે નોકરાણીઓએ કરી ચોરી, ઘરે એક દિવસ પહેલા જ કામ પર રાખેલી બે મહિલાઓ સાફ-સફાઈના બહાને માત્ર 40થી 45 મિનિટમાં લાખો રૂપિયાનું સોનું ચોરી થઇ ફરાર
સુરત: શહેરના સૌથી પોશ વિસ્તારમાં ઘરમાં કામ કરવા રાખેલી નોકરાણીઓ ઘરમાં ચોરી કરવાની સતત ફરિયાદો સામે આવી રહી છે. આ વિસ્તારમાં પોલીસે નોકરોને ઘરમાં રાખતા પહેલા તેમની વિગત પોલીસને આપવા જણાવવા છતાં આ વિસ્તારના લોકો નિયમો પાડતા નથી. જેને લઇને આ વિસ્તારમાં સતત ચોરીની ઘટનાઓ બને છે ત્યારે વધુ એક ચોરીની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ છે. સાફ-સફાઈ કરવા આવેલી મહિલા ઘરમાં સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતા પોલીસે સીસીટીવીની મદદથી તેની તપાસ શરૂ કરી છે.
છતાં બની રહી છે આવી ઘટનાઓ
સુરતના સૌથી પોશ વિસ્તારમાં ઘરમાં કામ કરવા રાખેલા નોકરો સતત ચોરી કરતા હોય તેવી ફરિયાદો સામે આવે છે. આવી ઘટના અટકાવવા માટે સુરત પોલીસ દ્વારા જો કોઈ વ્યક્તિને કામ પર રાખવામાં આવે તો તેની વિગત પોલીસને આપવા માટેનું જાહેરનામું બહાર પાડ્યું છે, પણ લોકો આ નિયમોનું પાલન કરતા નથી. જેને લઈને આ વિસ્તારમાં ઘરઘાટીઓ જ જે મકાનમાં કામ કરતા હોય ત્યાં હાથ ફેરો કરી ફરાર થઈ જતા હોય છે.
નિવૃત્ત મામલતદારના ઘરે ચોરી
સુરતના બેસવું વિસ્તારમાં નિવૃત્ત મામલતદારના ઘરે એક દિવસ પહેલા જ કામ પર રાખવામાં આવેલી બે મહિલાઓ ઘરમાં સાફ-સફાઈના બહાને માત્ર 40થી 45 મિનિટમાં ઘરમાં રહેલા 20 તોલા સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. જોકે, આ ઘટનાની જાણ થતા નિવૃત મામલતદારે સુરત વેસુ પોલીસ મથકે દોડી જઈ આ મામલે ફરિયાદ નોંધાવતા જ પોલીસે તાત્કાલિક નજીકના સીસીટીવી ચેક કરી તપાસ હાથ ધરી હતી. પોલીસે હવે સીસીટીવીના આધારે આ બંને મહિલા ચોરોને પકડવાની તજવીજ શરૂ કરી છે. જ્યારે ઘરમાં લાગેલા સીસીટીવીમાં નોકર મહિલા જતા દેખાઈ હતી.
પોલીસ દ્વારા બનાવવામાં આવેલા જાહેરનામાનો અમલ નથી કરતા જેને લઈને આ પ્રકારની ચોરીઓ બનતી હોય છે ત્યારે પોલીસ હવે આ મામલે કડક કાર્યવાહી સાથે લોકોને નિયમ કડકાઈથી પાડવા માટે મજબૂર કરે તો જ કદાચ આ પ્રકાર ની ચોરી ઓ અટકી સકે છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સ્વસ્તિકસાપ્તાહિક/SNNews સાથે.