- ગભરાઈ ગયેલી યુવતીને નોકરી પણ છોડી દીધી હતી
- આ ઘટના બાદ પોલીસના સકંજામાં યુસુફ આવી ગયો
- છેલ્લા 3 મહિનાથી યુવતીને પરેશાન કરતો હતો.
સુરતમાં હિંદુ યુવતીને વિધર્મીએ ‘તુ મેરે સાથ નિકાહ નહિ કરેગી તો મેં તુજે જાન સે માર દુંગા’ એવી ધમકી આપતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. લાલગેટ પોલીસે યુવતીની ફરિયાદ લઈ યુસુફ જમાલ ખાન સામે છેડતી, ધમકી અને એટ્રોસિટી હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે યુસુફ ખાનની ધરપકડ પણ કરી છે.
આ ઘટના બાદ પોલીસના સકંજામાં યુસુફ આવી ગયો
આ ઘટના બાદ પોલીસના સકંજામાં યુસુફ આવી ગયો છે. જેમાં છેલ્લા 3 મહિનાથી યુવતીને પરેશાન કરતો હતો. સુરતના વેડ રોડ ખાતે રહેતી 20 વર્ષીય યુવતી અને વિધર્મી યુસુફ બંને લાલગેટમાં દવાની એજન્સીમાં કામ કરતા હતા. છેલ્લા 3 મહિનાથી યુવતીને વિધર્મી પરેશાન કરતો હતો. યુવતી બાથરૂમ જતી ત્યાં પણ પાછળ જતો હતો. વિધર્મીએ એક દિવસે જણાવ્યું હતું કે, ‘તેરે કો પ્રોબ્લેમ કયા હૈ, કયા મસલા હૈ, તુ હાં ક્યું નહિ કરતી’ એમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
વિધર્મીએ તેને ફોન પર ધમકી આપી હતી
પરિવારજનોએ યુવતીને હિમ્મત આપતા ફરિયાદ નોંધાવી છે. યુવતીએ નોકરી છોડી દીધી તો વિધર્મીએ તેને ફોન પર ધમકી આપી હતી. આથી યુવતીએ પરિવારજનોને વાત કરી હતી. પરિવારજનોએ યુવતીને હિમ્મત આપતા આખરે પોલીસમાં ફરિયાદ કરવા તૈયાર થઈ હતી. ત્યારબાદ લાલગેટ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુસુફ ખાનની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
ગભરાઈ ગયેલી યુવતીને નોકરી પણ છોડી દીધી હતી
યુસુફ એક તરફી પ્રેમમાં હતો અને યુવતીનો પીછો કરી હેરાન પરેશાન કરતો હતો. બંને એક જ કંપનીમાં નોકરી કરતા હતા. જ્યાં યુવક નિકાહ કરવા દબાણ કરતો હતો. જોકે યુવતીએ મનાઈ કરતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ ગભરાઈ ગયેલી યુવતીને નોકરી પણ છોડી દીધી હતી.