Tuesday, December 24, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

સુરત: વેપારી પાસે લાખોનો તોડ કરવાના કેસમાં 2 પોલીસકર્મી સસ્પેન્ડ, PI, PSIની બદલી

Surat Crime News: લાખોના તોડ કેસમાં અલથાણ પોલીસ સ્ટેશનના પીઆઈ પણ ભોગ બન્યા છે. આખું પ્રકરણ ઉભું કરનારા વિવાદાસ્પદ કોન્સ્ટેબલ કુલદીપ અને શૈલેષને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે અલથાણ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ કે ભરવાડ અને સબ ઈન્સ્પેક્ટર ગોસ્વામીને પોલીસ કમિશનરે બદલી કરીને ટ્રાફિક પોલીસમાં મૂકી દેવાનો આદેશ કર્યો છે.

હાઈલાઈટ્સ:

  • અલથાણના કાપડ વેપારીએ કરેલી અરજીની તપાસમાં પોલીસ કમિશનરની કાર્યવાહી
  • કોન્સ્ટેબલ કુલદીપ અને શૈલેષ સસ્પેન્ડ, જ્યારે PI અને PSIની ટ્રાફિકમાં બદલી કરાઈ
  • અટકાયતી પગલાં ભરી 7 લાખનો તોડ કરી લીધાના આક્ષેપ સાથેની કરાઈ હતી અરજી

સુરત: શહેરના પરવટ પાટિયાના કાપડ વેપારી અને તેના મિત્રનો અલથાણ પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને કોન્સ્ટેબલે 7 લાખનો તોડ કર્યાના કેસમાં પોલીસ કમિશનરે અલથાણ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ કુલદીપ દિલીપસિંહ અને શૈલેષ ગંગારામને સસ્પેન્ડ કરી દીધા છે. જયારે પીઆઈ એચ.કે.ભરવાડ અને પીએસઆઈ એસ.એફ.ગોસ્વામીને ટ્રાફિક પોલીસમાં બદલી કરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી પોલીસકર્મીઓએ તોડ કર્યો હોવાના આક્ષેપ સાથેની પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી હતી.

સસ્પેન્ડેડ બંને કોન્સ્ટેબલ અગાઉ પણ આવી ચૂક્યા છે વિવાદમાં
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સસ્પેન્ડ કરાયેલા બંને કોન્સ્ટેબલ્સનો ભૂતકાળ પણ ઘણો વિવાદિત રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોન્સ્ટેબલ શૈલેષ ગંગારામ જ્યારે અડાજણમાં હતો ત્યારે વેપારીને માર મારવાના કેસમાં સસ્પેન્ડ કરાયો હતો. બીજો કોન્સ્ટેબલ કુલદીપસિંહની ખટોદરા પોલીસ સ્ટેશનમાં શંકાસ્પદ આરોપીની હત્યાના ગુનામાં ધરપકડ થઈ હતી અને લાંબા સમય સુધી સસ્પેન્ડ રહ્યા બાદ ફરીથી ડ્યૂટી જોઈન કરી હતી.

શું છે સમગ્ર મામલો?
કાપડના વેપારી અભિષેક અગ્રહરિનો સાળો રાકેશ ગાઝીપુર ખાતે સોના-ચાંદીનો વેપાર કરે છે. 11મી ડિસેમ્બરે સોના-ચાંદીનું એક કન્સાઇમેન્ટ શરફુદ્દીન પાસેથી છોડાવી 35 લાખની રકમ આપવાની વાત થઈ હતી. બપોરે દોઢ વાગ્યાના અરસામાં હજીરા તરફથી નંબર વિવાની કાર આવી અને ડ્રાઈવિંગ સીટ પર બેસેલો એક વ્યક્તિ રૂપિયા લઈને જતો રહ્યો જ્યારે દાગીનાની થેલી સાથે ઉતરેલા શખસ આ વેપારી અને તેની સાથે આવેલા પાડોશી રમેશભાઈને થેલો આપે તે પહેલા જ એક ખાનગી કારમાં અલથાણ પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ કુલદીપ અને શૈલેષ આવ્યો હતો.

દરમિાન બંને કોન્સ્ટેબલે વેપારી અને તેના પાડોશી અને દાગીનાની થેલી સાથે એક શખસને ભીમરાડ પોલીસ ચોકી લઈ ગયા હતા અને આ શખસને છોડી દઈ વેપારી ઉપર નકલી દાગીના રાખવા બદલ અટકાયતી પગલાં ભરી સાત લાખનો તોડ કરી લીધાના આક્ષેપ સાથેની અરજી પોલીસ કમિશનને કરવામાં આવી હતી. જેના આધારે પોલીસ કમિશનર દ્વારા બંને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાનો અને PI, PSIની બદલી કરવાનો આદેશ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સ્વસ્તિકસાપ્તાહિક/SNNews સાથે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles