- મૃત મોર મળતા ફોરેસ્ટ વિભાગ ઘટનાસ્થળે
- મોરની ઉંમર લગભગ અઢી વર્ષ
- જાળી સાથે અથડાયને મોરનું મૃત્યુ થયું હોવાનું અનુમાન
સુરત સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડની લોબીમાંથી રાષ્ટ્ર પક્ષી મોર મૃત હાલતમાં મળી આવ્યો હતો. આજે સવારે નર્સિંગ સ્ટાફને મોરનો મૃતદેહ મળતા RMOને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને જાણ કરાતા મોરનું મોત કયા કારણોસર થયું છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
જાળી સાથે અથડાયને મોરનું મૃત્યુ થયું હોવાનું અનુમાન
મળતી માહિતી મુજબ મંગળવારે સવારે સુરત સિવિલ હોસ્પિટલના વોર્ડની લોબીમાં નર્સિંગ સ્ટાફને મૃત હાલતમાં મોર દેખાયો હતો. જે બાદ આ મામલે ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. હોસ્પિટલના RMOએ જાણ થયા બાદ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને માહિતીગાર કરવામાં આવ્યા હતા. સ્પેશિયલ વોર્ડની અગાસીની ખુલ્લી જાળીમાંથી અંદર આવી ગયા બાદ બહાર નીકળવા જતા જાળી સાથે અથડાયને મોરનું મૃત્યુ થયું હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યુ છે. મોરની ઉંમર લગભગ અઢી વર્ષની હોવાનું પ્રાથમિક વિગત મળી છે. મોરનું મુત્યુ પશુ દ્વારા ઇજાઓ પહોંચાડી હોવાના નિશાનો પણ મળ્યા નથી. એટલે કુદરતી કે કોઈ દીવાલ કે લોખંડની જાળી સાથે અથડાયને મોરનું મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક તારણ નીકળ્યું છે. સમગ્ર મામલે ફોરેસ્ટ વિભાગ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.