- રાજ્યમાં બપોરના સમયે ચામડી દઝાડતી ગરમીથી લોકો અકળાયા
- રાજકોટમાં 41.7, અમરેલીમાં 41 અને અમદાવાદમાં 40.6 ડિગ્રી તાપમાન
- આગામી દિવસોમાં હજુ ગરમીનો પ્રકોપ વધી શકે છે.
અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં છેલ્લા કેટલાક દિવસથી તાપમાનન પારો નિરંતર ઉચકાઈ રહ્યો છે. બપોરના સમયે ચામડી દઝાડતી ગરમી પડતાં લોકો અકળાયા હતા. ગરમીનો પ્રકોપ વધતા બપોરના સમયે રસ્તાઓ પરનું ટ્રાફિક ઓછુ થવા લાગ્યું છે. રાજ્યમાં સૌથી વધુ સુરેન્દ્રનગરમાં 43.5 ડિગ્રી તાપમાન નોંધાતા હવામાન ખાતા દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતુ. આ સિવાય રાજકોટમાં 41.7, અમરેલીમાં 41 અને અમદાવાદ શહેરમાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. ડીસામાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.
ઉલ્લેખનીય છે કે, વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હોવાથી આ વિસ્તારમાં તાપમાનનો પારો પણ નીચો ઉતરશે પરંતુ અમદાવાદ, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની કોઈ શક્યતાઓ વ્યક્ત થઈ ન હોવાથી આ વિસ્તારમાં આગામી દિવસોમાં હજુ ગરમીનો પ્રકોપ વધી શકે છે.