Thursday, December 26, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

સ્ટેડિયમમાં ખાલિસ્તાની ઝંડો ફરકાવવાનું કાવતરું : જામીન અરજી પર HCની નોટિસ

  • ભારત-ઓસ્ટ્રેલિયા મેચ વખતે વૈમનસ્ય ફેલાવી શાંતિ ડહોળવાનો પ્રયાસ હતો
  • મેચ શરૂ થાય તે પૂર્વે જ કાવતરું ઝડપી લેવાયું, કોર્ટે સરકારને નોટિસ પાઠવી
  • હાઈકોર્ટે રાજ્ય સરકાર સહિતના પક્ષકારોને નોટિસ પાઠવેલી છે

માર્ચ માસમાં અમદાવાદના નરેન્દ્રી મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ દરમિયાન, ખાલિસ્તાનના સમર્થનમાં ઝંડો લહેરાવવાનો પ્રયાસ થાય તે પહેલા જ પોલીસે આ કાવતરાને પકડી પાડેલુ. આ કેસમાં ધરપકડ કરેલા આરોપી રાહુલ દ્વિવેદી અને નરેન્દ્રકુમારે હાઈકોર્ટમાં જામીન અરજી કરી છે. સુનાવણી બાદ, હાઈકોર્ટે રાજ્ય સરકાર સહિતના પક્ષકારોને નોટિસ પાઠવેલી છે. આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે. મહત્વનુ છે કે, આ કેસમાં ગયા મહિને બંને આરોપીઓની જામીન અરજી સેશન્સ કોર્ટે ફ્ગાવી દીધી હતી.

કેસની વિગત જોઈએ તો, અમદાવાદના મોટેરા ખાતે સ્થિત નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ ટેસ્ટ મેચને જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની આલ્બનેસ આવ્યા હતા. પોલીસની તપાસમાં વિગતો બહાર આવેલી છે કે આરોપી રાહુલ દ્વિવેદી અને નરેન્દ્રકુમારે આ મેચ દરમિયાન, ખાલિસ્તાનના સમર્થનમાં ઝંડો લહેરાવવાના હતા. આ બંને આરોપીઓ સામાજિક વૈમનસ્ય ફેલાવીને શાંતિપૂર્ણ વાતવરણ ડહોળવા માગતા હતા. આ કેસમાં ક્રાઈમ બ્રાંચે બંને આરોપીઓની મધ્યપ્રદેશમાંથી ધરપકડ કરી હતી. આ સમગ્ર કાવતરુ શીખ ફેર જસ્ટિસ નામની ખાલીસ્તાની ચળવળના ભાગરૂપે ઘડાયુ હતુ. પોલીસે આરોપીઓ પાસેથી 11 સિમબોક્સ અને ચાર રાઉટરને જપ્ત કરેલા છે. આ કેસમાં પોલીસે તપાસ હાથ ધરેલી છે. આ ઉપરાંત ખાલીસ્તાન ચળવળના સમર્થક અને આતંકવાદી ગુરપતવિંતસિંહ પન્નુના અવાજમાં અનેક લોકોને ફેન કરાયેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બદનામ કરવાનો પ્રયાસ કરાયેલો છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles