- જેમ્સ ઉર્ફે સેમ જેફરીન અલ્ડમેડાની મુંબઈથી ધરપકડ
- આરોપી પર લૂંટ, પોલીસ પર ફાયરિંગ જેવા અનેક ગુનાઓ
- ઈન્ક્મટેક્ષ ઓફિસર બની રૂપિયા 35ની લૂંટ ચલાવી હતી
સુરત ક્રાઇમબ્રાન્ચે મુંબઈના કુખ્યાત ગેંગસ્ટરને ઝડપ્યો છે. જેમાં જેમ્સ ઉર્ફે સેમ જેફરીન અલ્ડમેડાની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. તેમાં આરોપી પર લૂંટ, પોલીસ પર ફાયરિંગ જેવા અનેક ગુનાઓ છે. તથા ઈન્ક્મટેક્ષ ઓફિસર બની લૂંટ પણ ચલાવી હતી.
સચિન વિસ્તારમાં લાખો રૂપિયાની ચોરીને અંજામ આપ્યો
સચિન વિસ્તારમાં લાખો રૂપિયાની ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં સુરત ક્રાઇમબ્રાન્ચને મોટી સફળતા મળી છે. આરોપી અગાઉ લૂંટ, પોલીસ પર ફાયરિંગ, ધાડ તથા ગેંગ સાથે ઈન્ક્મટેક્ષ ઓફિસર બની એક ઘરમાં ઘુસીને રૂપિયા 35 લાખની લૂંટ ચલાવી હતી. જેમાં સચિન વિસ્તારમાં પણ એક ઘરમાં રાત્રી દરમિયાન ઘુસી ને લાખો રૂપિયાની ચોરીને અંજામ આપ્યો હતો. તેથી મુંબઈ પોલીસ તેની પર અગાઉ મકોકા જેવી કલમ હેઠળ કાર્યવાહી પણ કરી છે.