- સાંજના સમયે ભારે પવન સાથે વરસાદની આગાહી
- IPL 2023ની ફાઈનલને મેચમાં આજે પણ વરસાદનું વિઘ્ન
- પવનની ગતિ 40-50 કિમી પ્રતિ કલાક રહેવાની આગાહી
અમદાવાદમાં સાંજના સમયે ભારે પવન સાથે વરસાદની આગાહી છે. જેમાં IPL 2023ની ફાઈનલને મેચમાં આજે પણ વરસાદનું વિઘ્ન આવશે. ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે મુકાબલો થવા થઇ રહ્યો છે.
પવનની ગતિ 40-50 કિમી પ્રતિ કલાક રહેવાની આગાહી
આજે રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી છે. જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં IPLની ફાઈનલ મેચ રમવાની છે. તેમજ પવનની ગતિ 40-50 કિમી પ્રતિ કલાક રહેવાની આગાહી છે. તેમજ ઉત્તર-મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની આગાહી છે. જેમાં ક્રિકેટ પ્રેમીઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. આજે પણ ફાઇનલ મેચ દરમ્યાન વરસાદ વિલન બની શકે છે. વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસરના કારણે આગામી 2 દિવસ રાજ્યભરમાં વરસાદી માહોલ રહેશે.
સાંજના સમયે ભારે પવન સાથે વરસાદની આગાહી
ગઈકાલ કરતાં વરસાદની તીવ્રતા ઓછી રહેશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. અમદાવાદ શહેરમાં સાંજના સમયે ભારે પવન સાથે વરસાદની આગાહી છે. પવનની ગતિ 40-50 કિમી પ્રતિ કલાક રહેવાની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, કચ્છ, મોરબી, ભરૂચ, વડોદરા, મહીસાગર, દાહોદમાં આગામી 48 કલાક વરસાદની આગાહી છે.