- ફિલ્મમાં બતાવાશે ધીરેન્દ્ર શાસ્ત્રીની કહાની
- ફિલ્મ હિંદીની સાથે અન્ય ભાષાઓમાં રિલીઝ કરાશે
- ડાયરેક્ટર વિનોદ તિવારીએ કરી જાહેરાત
હવે બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી પર ફિલ્મ બનશે. જેમાં ફિલ્મનું નામ ‘ધ બાગેશ્વર સરકાર’ અપાશે. ફિલ્મમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની કહાની બતાવાશે. તથા ફિલ્મ હિંદીની સાથે અન્ય ભાષાઓમાં રિલીઝ કરાશે. જેમાં ડાયરેક્ટર વિનોદ તિવારીએ જાહેરાત કરી છે.
બાગેશ્વર બાબા એટલે કે ધીરેન્દ્ર સરકારની વધતી લોકપ્રિયતાને જોઈને નિર્દેશક વિનોદ તિવારીએ તેમના પર ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો છે. બાબાના લાખો ચાહકો છે અને આ અનુયાયીઓ સતત વધી રહ્યા છે. આવી સ્થિતિમાં વિનોદ તિવારીએ ‘ધ બાગેશ્વર સરકાર’ નામની ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની સ્ટોરી બતાવવામાં આવશે.
આ ફિલ્મ અંગેની જાહેરાત પ્રોડક્શન હાઉસે ટ્વીટ કરીને કરી
નોસ્ટ્રમ એન્ટરટેઈનમેન્ટ હબના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મ અંગેની જાહેરાત પ્રોડક્શન હાઉસે ટ્વીટ કરીને કરી છે. નોસ્ટ્રમ એન્ટરટેઈનમેન્ટ હબના ટ્વિટર હેન્ડલ પર બાબા બાગેશ્વર સાથેની ફિલ્મની ક્લેપ અને ડાયરેક્ટરની ફોટો સાથે લખ્યું- એક્શન કોમેડી ફિલ્મો ‘તેરી ભાભી હૈ પગલે’ અને ‘ધ કન્વર્ઝન’ની સફળતા બાદ ડાયરેક્ટર વિનોદ તિવારીએ તેમની આગામી ફિલ્મની જાહેરાત કરી છે. જેનું નામ ‘ધ બાગેશ્વર સરકાર’ હશે.
ધીરેન્દ્ર શાસ્ત્રી હિંદુત્વના સૌથી મોટા ચહેરા તરીકે ઉભરી આવ્યા
હાલની પરિસ્થિતમાં ધીરેન્દ્ર શાસ્ત્રી હિંદુત્વના સૌથી મોટા ચહેરા તરીકે ઉભરી આવ્યા છે અને સનાતન ધર્મની રક્ષા માટે હિંદુઓને ચેતવી રહ્યા છે. સાથે જ એવું પણ જોવા મળ્યું છે કે ઘણા લોકો એમનાથી પ્રેરિત થઈને ધર્માંતરિત લોકો હિંદુ ધર્મમાં પાછા ફર્યા છે. એવામાં હાલ એક મોટા સમાચાર સામે આવ્યા છે.