Thursday, December 26, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

હાટકેશ્વર બ્રિજ કાંડ : ચાર આરોપીની આગોતરા જમીન અરજી SCએ ફગાવી

  • બાંધ્યાના ચાર જ વર્ષમાં હાલત ખખડી, આમાં આગોતરા ન મળે : સુપ્રીમ કોર્ટ
  • ગુજરાત સરકારે પણ વિરોધ કરતાં બ્રિજના બાંધકામમાં વપરાયેલા માલની વિગતો આપી
  • આગોતરા જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફ્ગાવી દીધી છે

ખોખરા વિસ્તારમાં સ્થિત હાટકેશ્વર બ્રિજના નબળા બાંધકામના કેસમાં આરોપી અજય એન્જિનિઅરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ.ના ડાયરેક્ટર રમેશ હીરાભાઈ પટેલ, તેના બે પુત્રો ચિરાગ અને કલ્પેશ પટેલ અન્ય ડાયરેક્ટર રસિક અંબારામ પટેલની આગોતરા જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફ્ગાવી દીધી છે. આ કેસમાં ભૂતકાળમાં સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટે પણ ચારેય આરોપીઓની આગોતરા જામીન અરજી ફ્ગાવેલી. સુપ્રીમ કોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી ફ્ગાવવામાં આવતા, હવે પોલીસને ચારેય આરોપીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાનો માર્ગ મોકળો થયો છે.

સુપ્રીમ કોર્ટનુ અવલોકન હતું કે અરજદાર દ્વારા બનાવવામાં આવેલા બ્રિજની હાલત ચાર જ વર્ષમાં ખખડધજ જેવી થઈ છે. આ બાબત ગંભીર છે, અરજદાર દ્વારા બ્રિજનુ નબળુ બાંધકામ કરાયેલુ છે. આ કેસ આગોતરા જામીન આપવા માટેનો નથી. સરકારી વકીલની રજૂઆત હતી કે આ કંપનીને ટેન્ડર દ્વારા ફ્લાય ઓવર બાંધવા માટેની મંજૂરી આપવામાં આવેલી. વર્ષ 2017માં આ બ્રિજનુ બાંધકામ પૂર્ણ થયેલુ. જો કે, તેણે બ્રિજ બાંધવામાં હલકી ગુણવતાના માલસામાનનો ઉપયોગ કરેલો છે. જેના લીધે, માત્ર ચાર જ વર્ષમાં આ બ્રિજની હાલત ખખડી ગઈ છે. તંત્રએ સમયસર આ બ્રિજને ઉપયોગ પર રોક લગાવી ન હોત તો મોરબીના ઝુલતા પુલથી પણ વધારે ભયંકર દુર્ઘટના સર્જાઈ હોત. હાઈકોર્ટે પણ તેના આદેશમાં નોંધેલુ છે કે, બાંધકામના ચાર વર્ષમાં જ બ્રિજની હાલત ખખડધજ બની છે. જેથી, આરોપીઓની આગોતરા જામીન અરજી ફ્ગાવો. બીજી તરફ્, અરજદારના વકીલની રજૂઆત તંત્ર દ્વારા બ્રિજની ક્ષમતા કરતા વધુ ભારે વજનવાળા વાહનોને તેના પરથી પસાર થવા દેવાની મંજૂરી આપતા, બ્રિજને મોટા પાયે નુકસાન થયુ છે. બ્રિજ અંગેની અરજદારની જવાબદારીનો સમયગાળો પણ પૂર્ણ થયો છે.

જો કે, તેમ છતા અરજદાર આ બ્રિજનુ સમારકામ કરી આપવા માટે તૈયાર છે. મહત્વનુ છે કે, હાટકેશ્વર બ્રિજના નબળા બાંધકામ મુદ્દે આઈઆઈટી રૂરકી અને સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ્ ટેકનોલજી સહિતના દેશની નામાંકિત લેબ અને સંસ્થાઓનો અભિપ્રાય છે કે, નક્કી કરાયેલા માપદંડ અને નિયમ મુજબ બ્રિજના બાંધકામમાં લઘુત્તમ સ્વીકાર્ય મજબૂતાઈ પણ જોવા મળતી નથી. આરોપી કોન્ટ્રાક્ટરોએ નબળી અને હલકી ગુણવત્તાનો માલસામાન વાપરેલો છે. જેના લીધે બ્રિજની મજબૂતાઈ અને ટકાઉપણા સામે અનેક પ્રક્રાના સવાલો ઉભા થાય છે. આરોપીઓએ પૈસા અને નફે કમાવવાની લાલચમાં લોકોના જીવ સાથે રમત રમવાનુ કાર્ય કર્યું અને લોકોના સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત આચર્યો છે. આ કેસમાં કોક્રિટનો ગ્રેડ એમ-45નો હોવો જોઈએ પરંતુ તેની નજીક પણ જણાતો નથી. તપાસ કરનાર સંસ્થાઓના મતે કોક્રિંટનો ગ્રેડ-20ની નજીક છે. કોડ પરિક્ષણ માપદંડ મુજબ કોઈપણ ક્યુબમાં તે જે ગ્રેડ માટે રચાયેલ છે, તેના 75 ટકા કરતા ઓછી તાકાતનો ન હોવો જોઈએ. એમ-20 કોંક્રિટના લીધે બ્રિજની સ્થિતિ ચિંતા જનક છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles