Thursday, December 26, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

હાથીજણમાં પાંચ સ્કીમમાંથી બારોબાર મિલકતો ગ્રાહકોને વેચી રૂ.23.62 કરોડની છેતરપિંડી

  • બી નાનજી ગ્રૂપના ડિરેક્ટર, તેમના બનેવી સહિત ચાર બિલ્ડર સામે વિવેકાનંદનગરમાં પોલીસ ફરિયાદ
  • ચારેયે મિલકતો વેચ્યા બાદ પેઢીમાં ગ્રાહકોએ પેમેન્ટ ન ચૂકવ્યાનું દર્શાવી ઉચાપત કરી
  • સંદીપ વિરુદ્ધ અગાઉ પણ છેતરપિંડીની ફરિયાદો નોંધાઇ હતી

બી નાનજી ગ્રૂપના ડાયરેક્ટર સંદીપ પડસાલા, તેના બનેવી સહિત ચારેય બિલ્ડરોએ હાથીજણમાં બનાવેલી પાંચ સ્કીમોમાંથી બારોબાર મિલ્કતો ગ્રાહકોને વેચી દઇને પૂરેપુરું પેમેન્ટ મેળવી લઇને દસ્તાવેજ કરી આપ્યો હતો, પરંતુ ચારેય બિલ્ડરોએ કંપનીની પેઢીમાં મિલ્કત વેચી તેનું પેમેન્ટ ગ્રાહકોએ આપ્યું ન હોવાનું દર્શાવીને ચારેયે કુલ 23.62 કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી. આ અંગે તેમના ભાગીદારે વિવાકનંદ વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ચારેય પાર્ટનરો વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

નારણપુરામાં રહેતા ઇશ્વર બંસીભાઇ પટેલ પરિવાર સાથે રહીને કન્સ્ટ્રક્શનનો બિઝનેસ કરે છે. તેમની અને તેમના ભત્રીજા રાકેશ પટેલે ભેગા મળીને હાથીજણ ખાતે 40,784 ક્ષેત્રફળ જમીન આવેલી હતી. વર્ષ 2010માં તેમને જમીન વેચવાની હોવાથી તેમના મિત્ર પ્રશાંતને વાત કરી હતી. આથી તેણે જમીન લેવાનું કહીને તેના પાર્ટનર આશિષ ભુપેન્દ્રભાઇ પટેલ, બીરેન ભુપેન્દ્રભાઇ પટેલ અને બી નાનજી ગ્રૂપના ડાયરેક્ટર સંદીપ ભીખુભાઇ પડસાલા સાથે ઇશ્વરભાઇની મિટિંગ કરાવી હતી. જ્યાં ચારેય પાર્ટનરોએ ઇન્ડિયા કોલોની નામે પ્રોજેક્ટમાં ફ્લેટ બંગ્લોઝ અને કોર્મોશિયલ બાંધકામ કરી વેપાર કરવાનું નક્કી કર્યું હતું. જે બાદ તમામ પાર્ટનરોએ તે જમીનમાં અમન એપાર્ટમેન્ટ, અભિષેક બંગ્લો, બિનાલી કોમર્શિયલ, આદિત્ય એપાર્ટમેન્ટ અને આકાંક્ષા બંગ્લોના નામથી પાંચ સ્કીમ બનાવી હતી, જ્યારે અન્ય એક સ્કીમનું કામ હાલમાં ચાલુ છે. આશિષ, બિરેન, સંદીપ અને તેના બનેવી પ્રશાંતે ભેગા મળીને ફ્લેટ, બંગલો અને કોમર્શિયલ સ્કીમમાંથી મોટા ભાગની મિલ્કત વેચી ગ્રાહકો પાસેથી પેમેન્ટ મેળવીને દસ્તાવેજ કરી આપ્યો હતો ,પરંતુ પેઢીમાં તમામે અડધુ પેમેન્ટ આપ્યું હોવાનું દર્શાવીને 18.91 કરોડની ઉચાપત કરી હતી. જ્યારે ઇશ્વરભાઇએ રોકાણ કરેલા 4.71 કરોડ પણ પડાવી લીધા હતા. મહત્ત્વનું છે કે, સંદીપ વિરુદ્ધ અગાઉ પણ છેતરપિંડીની ફરિયાદો નોંધાઇ હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles