- નિકોલમાં કારચાલકે મહિલા-બાળકને મારી ટક્કર
- કારમાંથી કેક અને દારૂની બોટલ પણ મળી
- ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે આવેલી કારે મહિલા અને બાળકને ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો. અકસ્માતની ઘટનામાં મહિલા અને બાળકને ગંભીર ઈજાઓ થતાં તેમની હોસ્પિટલમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે કારચાલક સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
કારચાલકે મહિલા-બાળકને લીધા અડફેટે
અમદાવાદ શહેરમાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. શહેર પોલીસ કમિશનરે પણ વાહનોની ગતિ મર્યાદા નિયંત્રિત કરી છે. છતાં બેફામ ઝડપે વાહનો દોડતા હોય છે. તેના લીધે અકસ્માત સર્જાય છે. ત્યારે અમદાવાદના નિકોલ વિસ્તારમાં કાર ચાલકે મહિલા અને બાળકને ટક્કર મારીને ફરાર થયાની ઘટના સામે આવી છે. અકસ્માતની ઘટનામાં મહિલા અને બાળકને ગંભીર ઇજાઓ પહોંચી છે. સ્થાનિકો દ્વારા 108 એમ્બ્યુલન્સને જાણ કરાતા ઘટનાસ્થળે આવી પહોંચી હતી. હિટ એન્ડ રનની ઘટનામાં જાણવા મળી રહ્યું છેકે, કારમાંથી કેક અને દારૂની બોટલો પણ મળી આવી છે. કારચાલક કોઇ પાર્ટીમાં જઇને પાર્ટા મનાવીને આવ્યો હોય તેવું અનુંમાન પણ લગાવામાં આવ્યું છે. પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતા નિકોલ પોલીસ દોડી આવી હતી. અને કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. અકસ્માતની ઘટનામાં મહિલા અને બાળકને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.