- રાણીપમાં ભીડનો લાભ ઉઠાવીને ગઠિયોએ કરી ચોરી
- બ્લેડથી થેલી કાપીને રૂપિયા 3.15 લાખની ચોરી
- પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી
અમદાવાદમાં લૂંટફાટ, ચોરી અને હત્યાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. તેવામાં અમદાવાદના રાણીપમાં લોકોના કિંમતી સામાનની ચોરી કરતી ગેંગ ફરી એક વાર સક્રિય થઇ છે. રાણીપમાં 65 વર્ષીય વૃદ્ધા શાકભાજીની ખરીદી કરી રહ્યાં હતાં, તેવામાં ગઠિયાએ ભીડનો લાભ લઇને બ્લેડથી પ્લાસ્ટિકની થેલી કાપી નાખી હતી. થેલીમાંથી રૂપિયા 3.15 લાખ રૂપિયા રોકડ રકમની ચોરી કરીને ગઠિયો રફૂચક્કર થઇ હતો. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.
પર્સમાંથી રૂપિયા 3.15 લાખ રૂપિયા રોકડાની ચોરી
અમદાવાદમાં આવેલા ન્યૂ રાણીપમાં અનમોલ બંગલોમાં રહેતાં 65 વર્ષના ભારતીબેન પટેલે રાણીપ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. ભારતીબેન તેમના પતિ સાથે રહે છે અને તેમના બન્ને દીકરા USAમાં પરિવાર સાથે રહે છે. ભારતીબેનના મોટાભાઈ અને તેમનો દીકરો USA ફરવા જવાના હોવાથી તેઓ તેમને મળવા માટે ગયાં હતાં. તેમના પર્સમાં કુલ 3.15 લાખ રૂપિયા રોકડા હતા. ભારતીબેન તેમના ભાઈના ઘરે આખો દિવસ રોકાયાં હતાં. ત્યારબાદ તેઓ ચાલતાં ચાલતાં રાણીપ સરદાર ચોક ખાતે શાકભાજી લેવા ગયાં હતાં. ભારતીબેન શાકના પૈસા આપવા ગયાં ત્યારે પ્લાસ્ટિકની થેલીમાં તેમનું પર્સ મળી આવ્યું ન હતું, જેથી ભારતીબેને થેલી ચેક કરી ત્યારે તેમને જાણ થઈ હતી કે કોઈએ તેમની થેલીમાં બ્લેડ માર્યાનું નિશાન જોયું ત્યારે ખબર પડી તે પર્સમાંથી રૂપિયા ગાયબ છે. સમગ્ર ઘટનાને લઇ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. રાણીપ પોલીસે આસપાસના CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.