- એકાએક ભારે પવન ફુંકવાનો શરૂ થયો
- વસ્ત્રાપુર, એસ.જી.હાઇવે સહિતના વિસ્તારમાં ભારે પવન
- ગાંધીનગરના વાતાવરણમાં અચાનક પલટો
અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં વાદળછાયા વાતાવરણથી ઠંડક પ્રસરી છે. તેમાં એકાએક ભારે પવનો ફુંકવાના શરૂ થયા છે. જેમાં વસ્ત્રાપુર, એસ.જી.હાઇવે સહિતના વિસ્તારમાં ભારે પવન શરૂ થયો છે.
ગાંધીનગરના વાતાવરણમાં અચાનક પલટો
ગાંધીનગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. જેમાં ગાંધીનગરમાં ભારે પવન ફૂંકાયા છે. એકાએક મીની વાવાઝોડાની અસર જોવા મળી છે. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઊડી રહી છે. જેમાં ભારે પવન ફુંકાવાની શરુઆત થઇ છે.
હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી
ગઇકાલે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી હતી. જેમનાં હવામાન વિભાગની આગાહી મુજબ અમદવાદના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો હતો. અમદાવાદ અનેક વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેના પગલે લોકોને ગરમીથી રાહત મળી હતી. અમદાવાદના થલતેજ, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. તેમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.