- રાજ્યમાં MBBSની બેઠકોની સંખ્યા વધીને 6600 થઇ
- આગામી દિવસોમાં થનારી મેડિકલની પ્રવેશ પ્રક્રિયામાં
- આ નવી કોલેજની બેઠકોનો સમાવેશ કરાશે
રાજ્યમાં અત્યારસુધીમાં MBBS પ્રથમ વર્ષમાં પ્રવેશ માટેની 64૫0 બેઠકો છે. ત્યારે અમદાવાદની વધુ એક ખાનગી કોલેજને મેડિકલ કોલેજ તરીકે નેશનલ મેડિકલ કમિશને (NMC) મંજૂરી આપી છે. આ નવી કોલેજમાં 150 બેઠકો હોવાની સાથે રાજ્યમાં MBBS માટે કુલ બેઠકોની સંખ્યા વધીને 6600 જેટલી થઇ છે.
NMC એ સોમવારે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન શહેરની સાલ ઇન્સ્ટીટયૂટ ઓફ મેડિકલ સાયન્સને મેડિકલ કોલેજ તરીકે મંજૂરીની મ્હોર મારી હતી. આગામી દિવસોમાં થનારી મેડિકલની પ્રવેશ પ્રક્રિયામાં આ નવી કોલેજની બેઠકોનો સમાવેશ કરાશે. તેની સાથે એમબીબીએસ પ્રથમ વર્ષમાં પ્રવેશ માટેની મેડિકલની બેઠકોમાં કુલ સંખ્યા વધીને 6600 થઇ છે. થોડા સમય પહેલા નેશનલ મેડિકલ કમીશન દ્વારા અમદાવાદની પાસે કલોલમાં જ બે ખાનગી મેડીકલ કોલેજો શરૂ કરાઇ હતી. મહત્વની વાત એ કે, ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી આ બન્ને કોલેજોમાં 150 પ્રમાણે કુલ 300 બેઠકોની મંજૂરી આપવામાં આવી હતી.