- લાલ દરવાજાએ બન્યું હેરિટેજ લુક વાળું બસ સ્ટેન્ડ
- CMના હસ્તે લાલ દરવાજા બસ ટર્મિનલનું ઉદ્ઘાટન
- 2019માં મંજુર થયેલી દરખાસ્ત બાદ કામગીરી થઇ હતી
અમદાવાદવાસીઓને નવું બસ ટર્મિનલ મળ્યું છે. જેમાં લાલ દરવાજા બસ સ્ટોપ એ હેરિટેજ લુક વાળું બસ સ્ટેન્ડ બન્યું છે. CMના હસ્તે લાલ દરવાજા બસ ટર્મિનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તેમાં અમદાવાદના લાલ દરવાજા AMTS બસ સ્ટેન્ડની કાયાપલટ થઇ છે.
2019માં મંજુર થયેલી દરખાસ્ત બાદ કામગીરી કરવામાં આવી
2019માં મંજુર થયેલી દરખાસ્ત બાદ કામગીરી કરવામાં આવી હતી. જેમાં આજે શહેરીજનોને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નવી ભેટ આપી છે. વર્ષોથી લાલ બસોના નામથી ઓળખાતું બસ સ્ટેશન એટલે કે લાલ દરવાજા બસ સ્ટેન્ડ હેરિટેજ લુક વાળું બસ સ્ટેન્ડ બની ગયુ છે. શહેરમાં દોડતી લાલ બસનો અમદાવાદ સાથે જુનો સંબંધ છે. બસ સ્ટેન્ડ પાસે હેરિટેજ ઇમારત હોવાથી આર્ક્યોલૉજી વિભાગની પરવાનગી 2 વર્ષે મળી હતી.
અમદાવાદ શહેરને વર્લ્ડ હેરીટેજ સિટીનો દરજ્જો મળ્યો છે
અમદાવાદ શહેરને વર્લ્ડ હેરીટેજ સિટીનો દરજ્જો મળ્યો છે. જેમાં અમદાવાદ શહેરનું હૃદય ગણાતા લાલ દરવાજાના ઐતિહાસિક AMTS બસના ટર્મિનલને હેરિટેજ લુક આપીને નવું તૈયાર કરવામાં આવ્યું છે. હેરીટેજ સિટીમાં હેરીટેજ લુક સાથેનું બસ ટર્મિનસ. જેમાં એએમટીએસ દ્વારા લાલ દરવાજા ટર્મિનસનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. ખાસ રાજસ્થાની માર્બલનો ઉપયોગ કરી હેરીટેજ લુક અપાયો છે. જેમાં 8.5 કરોડના ખર્ચે 11,583 સ્કવેરમીટરમાં નવું બસ સ્ટેન્ડ બન્યું છે. 1 એપ્રિલ, 1947માં AMTS બસ સેવાની શરૂઆત થઈ હતી. વર્ષ 1955-56માં લાલદરવાજા AMTS ટર્મિનસ બનાવાયું હતું. તથા ટર્મિનલ ઓફિસ, કેશ કેબિન, ટિકિટ ઇશ્યૂ સેન્ટર, બસ સ્ટેન્ડના સ્ટાફ માટેની વિશેષ સુવિધા ઊભી કરાશે.
દિવ્યાંગ મુસાફરો માટે ખાસ સુવિધા ઉભી કરાશે
દિવ્યાંગ મુસાફરો માટે ખાસ સુવિધા ઉભી કરાશે. તથા બસ સ્ટેન્ડનું સીસીટીવીથી સતત નિરીક્ષણ થશે. તેમજ તમામ પ્લેટફોર્મ ઉપર ડિજીટલ ટાઇમટેબલની સુવિધા રહેશે. તથા બસની સ્પીડ નિયંત્રણ કરવા અત્યાધુનિક કંટ્રોલરૂમની વ્યવસ્થા કરાશે. તથા વીજ બચત કરવા બિલ્ડીંગની છત પર સોલાર પેનલ ફીટ કરાશે.