- અમદાવાદમાં 29 અને 30 મેએ બાબાનો દિવ્ય દરબાર યોજાશે
- આયોજકોએ દરબારની તડામાર તૈયારીઓ શરુ કરી
- ભાજપ પ્રદેશ અધ્યક્ષ દરબારમાં આપશે હાજરી
અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે. જેમાં અમદાવાદમાં 29 અને 30 મેએ બાબાનો દિવ્ય દરબાર યોજાવા જઇ રહ્યો છે. ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું સ્થળ બદલાયું છે. જેમાં ચાણક્યપુરીની જગ્યાએ ઓગણજ સર્કલ નજીક દરબાર યોજાશે.
પોલીસે દરબાર સ્થળની મુલાકાત લીધી
પોલીસે દરબાર સ્થળની મુલાકાત લીધી છે. તેમજ આયોજકોએ દરબારની તડામાર તૈયારીઓ શરુ કરી દીધી છે. તથા ભાજપ પ્રદેશ અધ્યક્ષ દરબારમાં હાજરી આપશે. ચાણકય પુરીના બદલે હવે ઓગણજ સર્કલ નજીક બાબાનો દરબાર યોજાશે. જેમાં સ્વામિનારાયણ મહોત્સવ યોજાયો હતો તે જ સ્થળ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાશે.
ધીરેન્દ્ર શાસ્ત્રી અંબાજી દર્શને પહોંચ્યા
ધીરેન્દ્ર શાસ્ત્રી અંબાજી દર્શને પહોંચ્યા છે. અંબાજીમાં ધીરેન્દ્ર શાસ્ત્રી પૂજા આરતી કરશે. તેઓ બપોરે 1 વાગ્યે ઈસ્કોન અંબેવેલી અંબાજીમાં વિશ્રામ કરશે. આંબેવેલીમાં ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ધીરેન્દ્ર શાસ્ત્રી કોટક હાઉસમાં રાત્રી રોકાણ કરશે. અમદાવાદના ચાણક્યપુરીમાં દિવ્ય દરબારને લઈ ડોમ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં ભક્તો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. દિવ્ય દરબારના આયોજકો દ્વારા પાસ વિતરણ પણ કરવામાં આવ્યું હતુ. જગ્યાની ક્ષમતા પ્રમાણે લોકોને એન્ટ્રી આપવામાં આવી હતી. જેમાં હવે દિવ્ય દરબારનું સ્થળ બદલવામાં આવ્યું છે.