- ચાણક્યપુરીના બંગલામાં થશે વિશેષ પૂજા
- 27 મેએ ગૃહપ્રવેશ પહેલા બંગલામાં કરાશે પૂજા
- બંગલામાં બાબા માટે હનુમાનજીનું મંદિર બનાવાશે
જે બંગલામાં 27 મેના રોજ બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી રહેવાના છે તે ઘરની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ છે. આ વચ્ચે બંગલામાં તૈયારીઓ અંતિમ ચરણમાં ચાલી રહી છે. બાગેશ્વર બાબાના ગૃહ પ્રવેશ પહેલાં ઘરની અંદર વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે 50 થી વધુ જ્ઞાની બ્રાહ્મણોને આમંત્રણ આપવામાં આવ્યું છે અને તેમના હસ્તે પૂજા કરવામાં આવશે.
બંગલામાં બાબા માટે હનુમાનજીનું મંદિર બનાવાશે
બાબા બાગેશ્વરના આગમન પહેલા તેમના બંગલામાં વિશેષ પૂજા કરવામાં આવશે. અમદાવાદમાં બાબાના આગમના પહેલાં ચાણક્યપુરીના બંગલામાં વિશેષ પૂજા થશે. જેના માટે 50થી વધુ બ્રાહ્મણ, ઋષિ કુમારો પૂજા કરશે. જેમાં 27 મેના ગૃહપ્રવેશ પહેલા બંગલામાં પૂજા કરવામાં આવશે. જ્યાં સવારે 11 વાગ્યે બંગલામાં પૂજા કરાશે. એટલું જ નહીં મંદિરમાં બાબા માટે હનુમાનજીનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે.
એટલું જ નહીં ચાણક્યપુરીના બંગલાની બહાર વિશેષ સુરક્ષાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેના માટે પોલીસ પાસેથી પણ તમામ પરવાનગીઓ માંગવામાં આવી છે. આ ઉપરાંત બાબાના કેટલાંક પર્સનલ સિક્યોરિટી ગાર્ડ પણ ત્યાં હાજર રહેશે. તેમજ મોટી સંખ્યામાં ભક્તો આવવાના હોવાથી કોઈ પણ અવ્યવસ્થા ન સર્જાય તેના માટે પણ સ્થાનિક તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.
80 લાખમાં બંગલો તૈયાર થયો
અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રી માટે અયોજકોએ બંગલો બનાવ્યો છે. જેમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદમાં લોકદરબાર કરશે. તેમાં ધીરેન્દ્ર શાસ્ત્રી માટે અયોજકોએ બંગલો બનાવ્યો છે. તેમજ રૂપિયા 80 લાખથી વધુના ખર્ચે ધીરેન્દ્ર શાસ્ત્રી માટે બંગલો બનાવ્યો છે. જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રી માટે 100થી વધુ સ્વયં સેવકો તૈયાર રહેશે. તથા ધીરેન્દ્ર શાસ્ત્રીના અનુયાયી માટે 50 ઘરો ભાડે લેવાયા છે.
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો અમદાવાદ, સુરત અને રાજકોટમાં દિવ્ય દરબાર યોજાશે. જેમાં અમદાવાદ શહેરમાં 29 અને 30મે દરમ્યાન દિવ્ય દરબાર યોજાશે. તેમાં સનાતન ધર્મ જ્ઞાનના ફેલાવવા માટે ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે.
શહેરના ઘાટલોડિયા ચાણક્યપુરી વિસ્તારમાં 29-30મે દરમ્યાન દિવ્ય દરબાર યોજાશે. તથા ધીરેન્દ્ર શાસ્ત્રી માટે અમદાવાદમાં વિશેષ આયોજન કરાયું છે. આયોજકના નવનિર્મિત બંગલામાં ધીરેન્દ્ર શાસ્ત્રીને ઉતારો અપાશે. તેમજ 1 લાખ ભક્તોને દિવ્ય દરબારમાં બેસવા માટે વ્યવસ્થા કરવામાં આવશે. અને ધીરેન્દ્ર શાસ્ત્રી માટે સભા સ્થળે વિશાળ સ્ટેજ બનાવવામાં આવશે. તથા રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા વિવાદ સર્જાયો છે.