- ધીરેન્દ્ર શાસ્ત્રી અમરાઈડાવાડીમાં અરવિંદ ચૌહાણના ઘરે જશે
- બાબાની ગુજરાતની મુલાકાતને લઈ રાજકારણ ગરમાયુ
- પૂર્વ કોર્પોરેટર અરવિંદ ચૌહાણના ઘરે બાબાની પધરામણી
ગુજરાતમાં બાબાની પહેલી પધરામણી કોંગ્રેસના નેતાના ઘરે થઇ છે. જેમાં પૂર્વ કોર્પોરેટર અરવિંદ ચૌહાણના ઘરે બાબાની પધરામણી થઇ છે. ધીરેન્દ્ર શાસ્ત્રી અમરાઈડાવાડીમાં અરવિંદ ચૌહાણના ઘરે જશે. તેમાં બાબાની ગુજરાતની મુલાકાતને લઈ રાજકારણ ગરમાયુ છે.
ધીરેન્દ્ર શાસ્ત્રી અમરાઈડાવાડીમાં અરવિંદ ચૌહાણના ઘરે જશે
ગુજરાતમાં બાબાની પહેલી પધરામણી કોગ્રેસના નેતાના ઘરે થશે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અરવિંદ ચૌહાણના ઘરે બાબા બાગેશ્વરની પહેલી પધરામણી છે. તેમાં બાબા બાગેશ્વર મુદ્દે રાજકારણ ગરમાયુ હતું. ભાજપ કોંગ્રેસ બાબા મુદ્દે આમને સામને આવ્યા હતા. તેમાં બાબા બાગેશ્વર પર રાજકારણ ગરમાયુ છે. તથા બાબા બાગેશ્વરમાં ગુજરાત મુલાકાતની શરૂઆત જ કોંગ્રેસના નેતાના ઘરેથી થઇ છે. બાબા અમદાવાદના અમરાવાઇવાડીમાં અરવિંદ ચૌહાણના ઘરે જશે.
બાબાની ગુજરાતની મુલાકાતને લઈ રાજકારણ ગરમાયુ
બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી 29 અને 30 મેના રોજ અમદાવાદમાં દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇને તમામ પ્રકારની તૈયારી શરુ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત આજરોજ વટવાના એક કાર્યક્રમ હાજરી આપી છે. ચાણક્યપુરીમાં બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર કાર્યક્રમના સ્થળે વિશાળ ડોમ બનાવવાની કામગીરી થતી જોવા મળી હતી.
બાબાના બેસવાનો વિશાળ સ્ટેજ બનશે
બાગેશ્વર ધામ દિવ્ય દરબાર કાર્યક્રમમાં જે સ્થળ પર બિરાજમાન થવાના છે તે ડોમ 80 બાય 40 ફૂટના પહોળાઇ ધરાવે છે અને 12 ફૂટની ઊંચાઇ ધરાવે છે. આ ડોમમાં બાગેશ્વર ધામના બેસવા માટેનું સ્ટેજ ઉપરાંત અન્ય બે ભાગ પણ જોવા મળશે. જેમાં એકમાં આમંત્રિત મહેમાનો બિરાજશે જ્યારે બીજામાં સાધુસંતોના બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે.
1 લાખથી વધુ લોકો હાજરી આપે તેવી શક્યતા
1 લાખથી વધુ લોકો હાજરી આપે તેવી શક્યતા છે. છેલ્લા ઘણા સમયથી લોકોના મુખ એક જ નામ ચર્ચામાં જોવા મળી રહ્યું છે. જેનું નામ છે ધીરેન્દ્ર શાસ્ત્રી. ધીરેન્દ્ર શાસ્ત્રી એટલે કે બાગેશ્વર ધામનું આગામી 29 અને 30 મેના રોજ અમદાવાદ ચાણક્યપુરીમાં દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ધીરેન્દ્ર શાસ્ત્રી બે દિવસ અમદાવાદનાં ચાણક્યપુરી રહેવાના પણ છે.