- આગામી 3 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી
- ગાંધીનગરના કલોલમાં વાવાઝોડા સાથે વરસાદ
- મહેસાણામાં વાવાઝોડાં વીજળી સાથે વરસાદ
આજે વહેલી સવારથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી કડાકા ભડાકા સાથે શહેરમાં વરસાદ શરૂ થયો છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો હતો. પવન સાથે વરસાદ પણ શરૂ થયો છે. શહેરના નરોડા, બાપુનગર, કૃષ્ણનગર, સૈજપુર વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગ દ્વારા પણ શહેરમાં વરસાદની આગાહી કરી હતી. જેના પરિણામે અમદાવાદ સહિત ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો છે. વહેલી સવારમાં વરસાદ અને પવનને બદલે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે.
આ તરફ અમદાવાદમાં જગન્નાથ મંદિરની જળયાત્રા આજે યોજાશે ત્યારે તેના પર પણ વરસાદની અસર જોવા મળી છે. જેના માટે રથને વરસાદથી બચાવવા માટે ઢાંકી દેવામાં આવ્યા છે.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હજી માંડ થોડાં જ વરસાદના કારણે પાણી જ પાણી જેવી સ્થિતિ થઈ છે. જેમાં કેટલાંક વિસ્તારોમાં વરસાદમાં ઢીચણ સમાં પાણી ભરાયાંના દ્રશ્યો જોવા મળ્યા છે. સરસપુર,બોમ્બે હાઉસીંગ પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા છે.
આગામી 3 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે. અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મેહસાણા, સુરેન્દ્રનગર, કચ્છમાં પણ આગાહી કરવામાં આવી છે. આ તરફ વરસાદી ટર્ફ પસાર થતો હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે.