- મેઘાણીનગરના સ્થાનિકોએ તંત્ર સામે વ્યથા ઠાલવી
- તંત્રના પાપે લોકો પરેશાન હોવાના પોસ્ટર લાગ્યા
- કરોડોના ખર્ચે બનાવાયેલા રસ્તા સામાન્ય વરસાદમાં તૂટ્યા
અમદાવાદમાં વરસાદે તંત્રની પોલ ખોલી છે. ત્યારે મેઘાણીનગરના સ્થાનિકોએ તંત્ર સામે વ્યથા ઠાલવી છે. તંત્રના પાપે લોકો પરેશાન હોવાના પોસ્ટર લાગ્યા છે. તથા કરોડોના ખર્ચે બનાવાયેલા રસ્તા સામાન્ય વરસાદમાં તૂટ્યા છે.
પ્લાનિંગ વિના રોડ બનાવતા હાલાકી
AMCએ વાયદા પ્રમાણે રોડ ના બનાવ્યો તેમ સ્થાનિકોનું કહેવુ છે. તથા પ્લાનિંગ વિના રોડ બનાવતા હાલાકી પડી રહી છે. તેમાં પ્લાનિંગ વિના રોડ બનવાથી કેટલીક ગટરો ઢંકાઈ છે. યોગ્ય પ્લાનિંગ સાથે રોડ બનાવવા સ્થાનિકોની માગ છે. કોઈપણ પ્લાનિંગ કે લેવલ વિના રોડ બનાવાતા વેપારીઓની મુશ્કેલી વધી છે. જેમાં સામાન્ય વરસાદમાં પણ દુકાનોમાં પાણી ઘુસી જાય છે. તથા પ્લાનિંગ વિના રોડ બનવાથી કેટલીક ગટરો ઢંકાઈ ગઈ હોવાનો દાવો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે.
યોગ્ય પ્લાનિંગ અને લેવલીંગ કરીને રોડ બનાવાય તેવી સ્થાનિકોની માંગ
યોગ્ય પ્લાનિંગ અને લેવલીંગ કરીને રોડ બનાવાય તેવી સ્થાનિકોની માંગ છે. શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્તા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. પાણી ભરાવાને કારણે અનેક વાહનચાલકો અટવાયા હતા. અનેક વિસ્તારોમાં ટ્રાફિકજામની પણ સમસ્યા સર્જાઈ હતી. પાણી ભરાવાને કારણે કેટલાક વાહનચાલકોના વાહનો પણ બંધ થઈ જતા ભારે હાલાકી પડી હતી. પ્રિમોન્સુન કામગીરીના દાવા વચ્ચે કમોસમી વરસાદમાં જ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે ત્યારે ચોમાસા દરમિયાન પણ શહેરીજનોને આ જ પ્રકારની હાલાકી સહન કરવાનો વારો આવી શકે છે.
અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા
શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ સાથે ભારે પવન ફુંકાવાને કારણે શહેરમાં અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. વરસાદ અને તોફાની પવનને કારમે વિવિધ સ્થળે ઝાડ પડવાના ફાયર બ્રિગેડમાં અનેક કોલ નોંધાયા હતા. રાયખડ સહિત પાંચ સ્થળો પર ઝાડ પડવાના કોલ નોંધાયા હતા. જ્યારે આશ્રમ રોડ પર બાટા શો રૂમ પાસે લિફ્ટ બંધ થતા કેટલાક લોકો ફસાતા ફાયર બ્રિગેડે રેસક્યુ કર્યુ હતુ. ચાંદખેડા વિસ્તારમાં ગરનાળામાં કેટલાક લોકો ફસાયા હોવાનો પણ પોલીસ દ્વારા ફાયર કંટ્રોલરૂમને મેસેજ મળ્યો હતો. તમામ સ્થળો પર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.