- રથયાત્રાનું પ્રથમ ચરણ એટલે જળયાત્રા
- 12 યાત્રાઓ પૈકી આજે મુખ્ય જળયાત્રા
- સાબરમતી નદીના તટે સોમનાથ ભૂદરના પહોચશે જળયાત્રા
ગંગાપૂજન પછી 108 કળશમાં જળ ભરી જળયાત્રારવિવારે સવારે વરસાદ વચ્ચે ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા આજે જળયાત્રાનો પ્રારંભ થયો છે. જે જળયાત્રા જગન્નાથ મંદિરથી શોભાયાત્રા રૂપે સાબરમતીના સોમનાથના ભુદરના આરે ગંગા પૂજન માટે જશે. 108 કળશમાં જળ ભરીને લાવવામાં આવશે. બાદમાં ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે.
જગન્નાથ મંદિરથી સોમનાથ ભૂદરના આરે જઈ સાબરમતી નદીમાંથી 108 કળશ ભરીને લાવવામાં આવશે જળયાત્રામાં મુખ્ય અતિથિ તરીકે શિવાનંદ આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતી મહારાજ હાજર રહેશે. તો ભગવાન આજથી 15 દિવસ માટે મોસાળમાં રહેશે.
નોંધનીય છેકે, રથયાત્રાનું પ્રથમ ચરણ એટલે જળયાત્રા, જેમાં 12 યાત્રાઓ પૈકી આજે મુખ્ય જળયાત્રાનો પ્રારંભ થશે. ગજરાજો ધ્વજ પતાકા સાથે યાત્રામાં જોડાયા છે. સાબરમતી નદીના તટે સોમનાથ ભૂદરના જળયાત્રા પહોંચશે. ગંગાપૂજન પછી 108 કળશમાં જળ ભરી જળયાત્રા થશે. જળાભિષેક બાદ નાથ ગજવેશમાં ભક્તોને દર્શન આપશે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને મેયર હાજર થશે. ભજન મંડળીઓ ધ્વજ પતાકા સાથે કાવડ સાથે ભક્તો જોડાશે.
અમદાવાદમાં ભગવાન જગન્નાથની આ 146મી રથયાત્રા છે. જેને લઇને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જળયાત્રાને લઈને જગન્નાથ મંદિર અને સરસપુર મંદિરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે સવારે 8થી 10 વાગ્યા દરમિયાન ગંગા પૂજન સહિતની વિધિ સંપન્ન થશે. સમગ્ર વિધિ દરમિયાન ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે.
146મી જળયાત્રાની વિધિમાં ઉપસ્થિત રહેશે મુખ્ય અતિથિ
આજે અમદાવાદમાં રથયાત્રા પૂર્વે જળયાત્રા યોજાશે. ગંગા પૂજન બાદ જગન્નાથજીની ષોડસોપચારે પૂજા કરવામાં આવશે બાદ તેનો જલાભિષેક થશે, આ સમગ્ર વિધિમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી, શિવાનંદ આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી, અમદાવાદના મેયર કિરીટ પરમાર, સહિત શહેરના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે.
જળયાત્રાનું શું છે મહત્વ?
ભગવાનની જલયાત્રા જગન્નાથપુરીમાં નીકળતી હોય થે, જે પરંપરા મુજબ અમદાવાદમાં પણ આ જલયાત્રા નીકળતી હોય છે વાંચતે ગાજતે ભજન મંડળી રાસ મંડળી ની સાથે ભગવાન સાબરમતી સોમનાથ ભૂદરના આરે પહોંચશે અને ત્યાં ગંગા પૂજન થશે.વિધિવત રીતે યજમાનો દ્વારા સાબરમતી નદી જેને કશી આપી ગંગા કહેવાય છે અને એટલા જ માટે તમામ પવિત્ર નદીના જળનું આહવાન કરીને જલ ભરવામાં આવતું હોય છે, અભિષેક પૂજન આરતી બાદ ભગવાન પોતાના મામાના ઘરે થશે.