- દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીનું અપહરણ બાદ હત્યા
- યુવતીની સાયલામાં હત્યા કરી મૃતદેહને સળગાવી દેવાયો
- પોલીસે એક મહિલા સહીત 8ની કરી ધરપકડ
અમદાવાદમાં ફિલ્મોને પણ ટક્કર મારે તેવી રીતે 2022માં યુવતીનું અપહરણ બાદ હત્યા કર્યાનો હવે ભેદ ખુલ્યો છે. મળતી માહિતી મુજબ યુવતીનું અપહરણ કરીને દુષ્કર્મ આચરીને હત્યા કરવામાં આવી હતી. ઘટનામાં યુવતીને સાયલામાં લઇ જઇને દુષ્કર્મ આચરીને હત્યા કરવામાં આવી હતી. હત્યા કર્યા બાદ યુવતીના મૃતદેહને સળગાવી દેવામાં આવ્યો હતો. પોલીસે સમગ્ર મામલે ચક્રોગતિમાન કર્યા હતા.
શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ 19 જુન 2022ના રોજ યુવતી ગુમ થયાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ હત્યામાં સુરતના ભુવાએ જુનાગઢમાં યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું .દુષ્કર્મની વાત છુપાવાને લઇ યુવતીની આરોપીઓએ હત્યા કરી નાખી હતી . હત્યા કર્યા બાદ આરોપીઓએ ફિલ્મી ઢબે ષડયંત્ર રચ્યું હતું. જેમાં યુવતી ફરાર થઈ ગઈ હોય તેવો ઘટનાક્રમ ઉભો કરાયો હતો. ભુવાના મિત્ર મિતની માતાને યુવતીના કપડા પહેરાવવામાં આવ્યા હતા. યુવતીના કપડા પહેરાવીને માતાને પાલડીમાં ફેરવામાં આવી હતી. જેથી લોકોને એમ થાય કે આ એજ યુવતી છે તે ભાગી ગઈ છે. આ સાથે અન્ય એક આરોપી સંજય પણ મહિલાના વેશમાં મૃતક યુવતી સાથે ફરાર થયો હોવાનુ નાટક સ્વાંગ રચ્યો હતો.
દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીનું અપહરણ બાદ હત્યા
આખરે સમગ્ર ઘટનાને લઇ પોલીસે ચક્રોગતિમાન કર્યા હતા. પોલીસે અનેક જગ્યા પર તપાસ કરી પણ કઇ સબૂત મળતા ન હતા આખરે પોલીસે આરોપીઓનો પર્દાફાશ કર્યો છે. જેમાં યુવતીની હત્યા, અપહરણ અને બળાત્કારના મામલે સુરતના ભુવાજી, તેના ભાઈ યુવરાજ, મિત્ર ગુંજન જોષી, મિત તેની માતા, મિતનો ભાઈ અને સંજય નામના આરોપીની ધરપકડ કરી છે. મુંબઈથી પગેરૂ નીકળતા તમામની ધરપકકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓએ યુવતનું અપહરણ કરીને બળાત્કાર કર્યા બાદ હત્યા કરીને મૃતદેહને સળગાવી દેવામાં આવ્યો હતો.
પોલીસે યુવતીની હત્યાનો પર્દાફાશ કર્યો
પોલીસની તપાસમાં જાણવા મળી રહ્યું છેકે, ધારા નામની યુવતી એક વર્ષથી ગુમ હતી. ધારા નામની યુવતી જૂનાગઢથી 19 જુન 2022ના રોજ ગુમ થઈ હતી.પોલીસ તપાસ કરતા કેટલીક હકિકતો સામે આવી હતી. યુવતીને ગળે ટૂંપો આપીને હત્યા કરી હતી. મૃતદેહને નજીકના અવાવરું વિસ્તારમાં લઇ ગયા હતા. આરોપી મૂકેશ સોલંકીને પૈસા આપીને પેટ્રોલની વ્યવસ્થા કરી કરવામાં આવી હતી. આરોપી સુરજ, મિત, ગુંજન, યુવરાજ, મુકેશે હત્યાને અંજામ આપ્યો હતો. સુરજ સોલંકી અને મિત ગાડીમાં અમદાવાદ આવ્યા હતા. બાકીના આરોપીઓ પુરાવા મીટાવવા કામે લાગ્યા હતા. આરોપીઓએ પેટ્રોલ છાંટીને યુવતીનો મૃતદેહ સળગાવ્યો અને પુરાવાનો નાશ પણ કર્યો હતો.બાકીના આરોપીઓ પુરાવા મીટાવવા કામે લાગ્યા હતા. સંજય સોહેલિયાને યુવતીના કપડા પહેરાવ્યા હતા. CCTVમાં યુવતી દેખાય તે માટે સ્વાંગ રચ્યો હતો. મિતના ઘરે આવી મિતના માતાને સમગ્ર ઘટનાની વાત કરી હતી. ત્યારબાદ પોલીસ સમક્ષ યુવતી ગુમ થયાની સ્ટોરી ઘડીવામાં આવી હતી. મિતની માતા ધારાની બેગ લઇ ધારાના કપડા પહેરીને નીકળ્યા હતા. સનાથલ ચોકડી સુધી મિતના માતા ગયા હતા. પોલીસને CCTV દ્વારા ગેરમાર્ગે દોરવાની સ્ટોરી ઘડીવામાં આવી હતી. આખરે પોલીસને સમગ્ર ઘટનાને લઇને એક મહિલા સહીત 8 આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.