- રાજ્યનાં કુલ 6 શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર નોંધાયો
- રાજ્યમાં અત્યારે રહેવું જોઈએ એના કરતાં માત્ર 0.4 ડિગ્રી જ વધુ તાપમાન
- આગામી દિવસોમાં હજુ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાના સંકેતો મળ્યા નથી
અમદાવાદ સહિત રાજ્યમાં હાલમાં ઉનાળાની સિઝનમાં રહેવં જોઈએ એટલુ જ તપમાન નોંધાઈ રહ્યું છે. લઘુત્તમ અને મહત્તમ બંને તાપમાન માત્ર 0.4 ડિગ્રી જ વધુ નોંધાઈ રહ્યાં છે. હવામાન ખાતાની આંકડાકીય વિગતો મુજબ રાજ્યનાં કુલ 6 શહેરોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીને પાર નોંધાયું હતું. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 42.1 ડિગ્રી અને પાટનગર ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાતા બપોરના સમયે લોકો અકળાયા હતાં. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં તાપમાનનો પારો નોર્મલ નોંધાઈ રહ્યો છે પરંતુ હવામાનમાં ભેજનું પ્રમાણ વધતાં ઉકળાટ અને બફારો વધ્યો છે. જેના કારણે મોડી સાંજે અને વહેલી સવારે પણ લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યાં છે. આગામી દિવસોમાં હજુ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાના સંકેતો મળ્યા નથી.