- સાબરમતી વિસ્તારમાં 10 વર્ષની બાળકી છેડતીનો શિકાર બની
- ફર્નિચર જોવાના બહાને આવેલા આધેડે સગીરાને અડપલા કર્યા
- પોલીસે ગુનો નોંધી 65 વર્ષિય નિવૃત આધેડની ધરપકડ કરી
અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં 10 વર્ષની બાળકી છેડતીનો શિકાર બની છે. ફર્નિચર જોવાના બહાને આવેલા આધેડે સગીરાને મોબાઈલમાં બિભત્સ વીડિયો બતાવી શારિરીક અડપલા કર્યા હતા. જે અંગે બાળકીની માતાએ પોલીસને જાણ કરતા પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી 65 વર્ષિય નિવૃત આધેડની ધરપકડ કરી છે.
સાબરમતી વિસ્તારમાં 10 વર્ષની બાળકી છેડતીનો શિકાર બની
સાબરમતી પોલીસની કસ્ટડીમાં રહેલા આ આરોપીનુ નામ ભિમરાવ સોનવણે છે. જે સાબરમતીના ડી કેબિન વિસ્તારમાં રહે છે. અને નિવૃત જીવન ગુજારે છે. ગઈકાલે બપોરે ભિમરાવ સોનવણે જુનુ ફર્નિચર લેવા માટે એક દુકાનમાં ગયા હતા. જ્યાં રમી રહેલી બાળકીને જોઈ આધેડની નજર ખરાબ થઈ હતી. અને આધેડે 10 વર્ષની બાળકીની બાજુમાં બેસી તેને મોબાઈલમાં બિભત્સ વીડિયો બતાવ્યા હતા. તે સયમે આધેડે બાળકીને શારિરીક અડપલા કરતા બાળકીએ તેની માતાને જાણ કરી હતી. જેથી મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
ફર્નિચર જોવાના બહાને આવેલા આધેડે સગીરાને અડપલા કર્યા
બાળકીની માતાએ તમામ હકિકત પોલીસને જણાવતા પોલીસે પોક્સો સહીતની કલમો હેઠળ ગુનો નોંધી ભીમરાવ ની ધરપકડ કરી છે. સાથે જ આધેડ આરોપીના મોબાઇલની તપાસ કરતા તેમાંથી 4 પોર્ન વીડિયો પણ મળી આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે આધેડ 4 વખત તે દુકાને ગયો હતો. પરંતુ ગઈકાલે એકલતાનો લાભ મળતા બાળકી સાથે અડપલાં કર્યા હતા.
બાળકની છેડતી કરનાર આધેડની ધરપકડ
મહત્વનું છે કે સાબરમતી પોલીસે ગુનો નોંધી બાળકની છેડતી કરનાર આધેડની ધરપકડ કરી છે. સાથે જ આરોપી જે વિસ્તારમાં રહે છે. ત્યાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. જેથી ચારિત્ર અંગે માહિતી સામે આવી શકે છે.