- અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગને કારણે નહીં થાય ટ્રાફિક જામ
- એરપોર્ટ પર ટ્રાફિકની સમસ્યા ઘટાડવા માટે નવતર પ્રયોગ
- ગાડી પાર્ક કરવામાં માટે વિવિધ નિશ્ચિત ચાર્જ નક્કી કરાયા
અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગને કારણે ટ્રાફિક જામ થશે નહિં. જેમાં એરપોર્ટ પર ફાસ્ટેગ આધારિત પાર્કિંગ ફેસિલિટી મળશે. તેમાં એરપોર્ટ પર ટ્રાફિકની સમસ્યા ઘટાડવા માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. તથા પાર્કિંગના એન્ટ્રી કે એક્ઝિટ પોઈન્ટ પર ટ્રાફિક ઓછો થશે.
30 મિનિટ માટે બસ પાર્કિંગ ચાર્જ રૂ.500
ગાડી પાર્ક કરવામાં માટે વિવિધ નિશ્ચિત ચાર્જ નક્કી કરાયા છે. એન્ટ્રી અને એક્ઝિટના સમય આધારે પાર્કિંગ ચાર્જ લેવાશે. તેમજ 30 મિનિટ માટે ખાનગી, કોમર્શિયલ કારનો ચાર્જ રૂ. 90 ટેમ્પો અથવા મીની બસ માટે પાર્કિંગ ચાર્જ રૂ. 300 તથા 30 મિનિટ માટે બસ પાર્કિંગ ચાર્જ રૂ.500 વસુલવામાં આવશે. જેમાં અમદાવાદ એરપોર્ટ પર ફસ્ટેગ એક્ટિવેટેડ કાર પાર્કિંગ શરૂ કરાયું છે. જેમાં એરપોર્ટ પર ટ્રાફિકની સમસ્યા ઘટાડવા માટે નવતર પ્રયોગ કર્યો છે.
FASTag enabled ટોલ ગેટ્સની જેમ કામ કરશે
પાર્કિંગ સિસ્ટમ FASTag enabled ટોલ ગેટ્સની જેમ કામ કરશે. તથા ગાડી પાર્ક કરવામાં માટે વિવિધ નિશ્ચિત ચાર્જ નક્કી કરાયા છે. કાર એરપોર્ટ પાર્કિંગમાં પ્રવેશે ત્યારે તેને એક્સેસ-બેરિયરમાંથી પસાર થવું પડશે. તથા એન્ટ્રી અને એક્ઝિટ વચ્ચે જે સમય લાગ્યો છે તેના આધારે પાર્કિંગના ચાર્જ લેવાશે. તેમાં ખાનગી/કોમર્શિયલ/SUV કારને 30 મિનિટ માટે રૂ. 90 ચાર્જ તથા પાર્કિંગ ચાર્જ ટેમ્પો અથવા મિનિબસ માટે રૂ. 300 અને કોચ અથવા બસ માટે રૂ. 500 ચાર્જ લાગશે.