- મહારાષ્ટ્રના ભિવંડીમાં સાયબર ક્રાઈમના દરોડા
- આરોપીઓએ છુપાવેલા સિમ બોક્સ કર્યુ રીક્વર
- આતંકવાદ વિરોધી કેસમાં સાયબર ક્રાઈમની કાર્યવાહી
અમદાવાદ સાયબર ક્રાઈમનું સફળ ઓપરેશન સામે આવ્યુ છે. જેમાં મહારાષ્ટ્રના ભિવંડીમાં સાયબર ક્રાઈમના દરોડા પડ્યા હતા. ત્યારે આરોપીઓએ છુપાવેલા સિમ બોક્સ રીક્વર કર્યું છે. તેમાં ખાલીસ્તાન આતંકી સંગઠન દ્વારા આપવામા આવેલી ધમકી અંગે નોંધાયેલી ફરિયાદ બાદ કાર્યવાહી થઇ છે.
ગેરકાયદેસર ચલાવતા સિમબોક્ષના આરોપી વિરુદ્ધ દરોડાની કાર્યવાહી
ગેરકાયદેસર ચલાવતા સિમબોક્ષના આરોપી વિરુદ્ધ દરોડાની કાર્યવાહી યથાવત રહી છે. તેમાં આતંકવાદ વિરોધી કેસમાં સાયબર ક્રાઈમે કાર્યવાહી કરી છે. પંજાબમાં એકસમયે દાયકા સુધી લોહીની નદીઓ વહાવનાર ખાલીસ્તાન ચળવળને ફરી જીવતી કરવાના પ્રયાસો થયાં છે. જેમાં ગુજરાતના લોકોને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન જવા અંગે ગર્ભિત ધમકી આપવામાં આવી હતી. આ મામલામાં ખાલીસ્તાની સમર્થિત ગ્રુપ દ્વારા અપાયેલી ગર્ભિત ધમકીના કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા અનેક ખુલાસા સામે આવ્યાં છે.
ઓડિયો ક્લિપ વાયરલ કરવામાં આવી હતી
ખાલીસ્તાની સમર્થિત ગ્રુપ દ્વારા આપવામાં આવેલી ગર્ભિત ધમકીને મામલે સાયબર ક્રાઇમ એક બાદ એક નવા ખુલાસા અને કાર્યવાહી કરી રહી છે. તેવામાં ઉત્તર પ્રદેશના મોદીનગરથી વધુ ત્રણ સિમ બોક્સ, ત્રણ રાઉટર કબજે કરી બે લોકોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. મહત્વનું છે કે ઉત્તર પ્રદેશથી કબજે લેવાયેલા સિમ બોક્સમાંથી પણ ધમકી આપતી ઓડિયો ક્લિપ વાયરલ કરવામાં આવી હતી.
જાણો શું હતી ગર્ભિત ધમકી
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનની હાજરી પહેલા અમદાવાદ અને ગુજરાતના લોકોને સ્ટેડિયમમાં ન જવા અંગે ગર્ભિત ધમકી આપતી ઓડિયો ક્લિપ ખાલીસ્તાન સમર્થિત ગ્રુપના વડા ગુરપતવંત સિંગ પન્નુ દ્વારા એક ધમકી આપતી ક્લિપ મોકલવામાં આવી હતી. મહત્વનું છે કે શીખ્સ ફોર જસ્ટિસ 2019માં આતંકી સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું, તે ગ્રુપના વડા દ્વારા આતંકી ધમકી આપતા દેશભરની એજન્સીઓ સતર્ક બની હતી. જેની તપાસમાં મધ્યપ્રદેશના સતના ખાતેથી બે આરોપીઓ અને સિમ બોક્સ કબ્જે કરવામાં આવ્યા હતા. જે બાદ વધુ કેટલાક સિમ બોક્સ ઉત્તરપ્રદેશથી સાયબર ક્રાઈમે કબ્જે કર્યા હતા.