અમરેલી જીલ્લાના ખાંભા તાલુકા ના મોટા સમઢીયાળા પાસે આવેલ વાંકુનીધાર ખાતે શ્રી પંચમુખી હનુમાન મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે મારૂતીયજ્ઞ અને મહાપ્રસાદ નું ભવ્ય આયોજન….
પ. પુ. શ્રી રામબાલકદાસબાપુના સાનિધ્યમાં મારૂતી યજ્ઞ અને મહાપ્રસાદઅમરેલી જીલ્લાના ખાંભા તાલુકા મોટા સમઢીયાળા વાંકુનીધાર ખાતે આવેલ શ્રી પંચમુખી હનુમાનજી મંદિરે તા.૧૨ ને શનીવારના રોજ હનુમાન જયંતિ નિમિત્તે મહંત પ. પુ. શ્રી રામબાલકદાસબાપુ ગુરૂશ્રી બલરામદાસબાપુના સાનિધ્યમાં ઉજવણી કરવામાં આવશે… જેમાં સવારે ૯:૧૫ કલાકે મારૂતી યજ્ઞ અને બપોરે ૧૨:૦૦ કલાકે ભોજન મહાપ્રસાદનું આયોજન કરેલ છે તો ધર્મપ્રેમી જનતાએ ઉપસ્થિત રહેવા પ. પૂ. શ્રી કરુણાનિધાનદાસ બાપુ એ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.