અમરેલી જીલ્લા ભાજપ યુવા મોર્ચા દ્વારા દરિયા મા પીપાવાવ પોર્ટ થી શિયાળ બેટ સુધી ભવ્ય બોટ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું….
ભાજપ સરકાર દ્વારા નવ વર્ષની કામગીરી છેવાડાના લોકો સુધી પહોચાડવા આજરોજ જાફરાબાદ તાલુકામાં ના દરિયાકાંઠે પીપાવાવ પોર્ટ થી શિયાળબેટ ખાતે ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ કોરાટ અને રાજુલા – જાફરાબાદના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી ની પ્રેરક ઉપસ્થિતિમાં “બોટયાત્રા” સંપન્ન થઈ હતી જેમાં રાજુલા જાફરાબાદ ખાંભા વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મનીષભાઈ સંઘાણી અમરેલી જીલ્લા યુવા મોરચા ભાજપ પ્રમુખ ચેતનભાઈ શિયાળ પ્રદેશ મંત્રી તેમજ જીલ્લા યુવા મોરચા પ્રભારી શ્રી જયભાઈ શાહ, મહામંત્રી શ્રી જગદીશભાઈ નાકરાણી, શ્રી મૌલિકભાઈ ઉપાધ્યાય સહિત જીલ્લા – યુવા મોરચા સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી.