- અજાણ્યા શખ્સ સામે નોંધાવી પોલીસ ફરિયાદ
- ભાટ અમૂલ ડેરીના જનરલ મેનેજરે નોંધાવી ફરિયાદ
- લસ્સીના પેકેટમાં ફૂગ હોવાનો શખ્સ કરી રહ્યો હતો દાવો
અમૂલની લસ્સીના પેકેટ અંગેના વાયરલ વીડિયોના કેસમાં અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમાં ભાટ અમૂલ ડેરીના જનરલ મેનેજરે ફરિયાદ નોંધાવી છે.
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
લસ્સીના પેકેટમાં ફૂગ હોવાનો શખ્સ દાવો કરી રહ્યો હતો. જેમાં અમૂલની બ્રાન્ડને બદનામ કરવાના ઈરાદે લસ્સીના પેકેટનો વીડિયો વાયરલ કર્યો હતો. હિન્દી ભાષી ઈસમ દ્વારા કોઈ અજાણ્યા પાર્લર ઉપર અમૂલ લખેલા લસ્સીના ટેટ્રા પેકનો વીડિયો ઉતારી યે અમુલ કી લસ્સી હૈ, મે કાટ રહા હું દેખો. લસ્સીના કાપેલ ટેટ્રા પેકને સ્કીન સામે બતાવી અંદર ગ્રીન કલરની ફુગ વડેલ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો.
અડાલજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો
ગાંધીનગર ભાટની અમૂલ ડેરીનાં જનરલ મેનેજર દ્વારા અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. તેમાં ગાંધીનગર અડાલજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. વ્હોટસઅપ પર અમૂલની લસ્સીમાં ફૂગ દર્શાવતો વીડિયો આવે તો તેને સાચો ન માની લેતા કારણ કે દૂધની અગ્રણી કંપની અમૂલે જણાવ્યું હતું કે અમૂલ લસ્સીના કેટલાક પેકમાં ફૂગ હોવાનો દાવો કરતો વીડિયો નકલી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અમૂલ લસ્સીના પેકમાં ફૂગ જોવા મળી છે, તે પેકિંગ એક્સપાયરી ડેટ પહેલાના છે. તેમજ વીડિયોમાં તે સળંગ ત્રણ પેકેટ તોડીને ફૂગ બતાવી રહ્યા છે.