આજરોજ તારીખ ૧૩.૦૬.૨૦૨૩ ના રોજ ૧૦:૦૦ વાગ્યે મરીન ટાસ્ક ફોર્સ ના મરીન કમાન્ડો દ્વારા જાફરાબાદ ના દરીયા કિનારે વિઝીટ કરેલ
મરીન સેક્ટર લીડર જી.વી.વસાવા સાહેબ નાઓના માર્ગદર્શન નીચે હિટ ટીમ કમાન્ડર નરેશ કથીરિયા નાઓએ હિટ ટીમ સાથે જાફરાબાદના દરિયાની વિઝીટ કરી
બીપરજોય વાવાઝોડા અનુસંધાને તકેદારી અને કુદરતી આપત્તિને પહોંચી વળવા માટેની ચર્ચા વિચારણા કરેલ. વિઝીટ દરમિયાન દરિયામાં ભારે કરંટ જોવા મળેલ તેમજ કાંઠા વિસ્તારોના લોકોને કિનારે ન જવાની સૂચના આપેલ.
આ ઉપરાંત મરીન સેક્ટર લીડર જી.વી. વસાવા સાહેબનાઓ દ્વારા ઇમરજન્સીને પહોંચી વળવા માટે તમામ કમાન્ડો ને એલર્ટ રાખેલ છે….