રાજુલા ના આ સેવાભાવી યુવાને તેનો જન્મદિવસ કઈક અનોખી રીતે ઉજવ્યો
આજ ના સમય માં લોકો પોતાનો જન્મદિવસ કેક કાપી હોટલમાં પાર્ટી ઓ આપી કે પછી મિત્રો ને લઈને ફરવા જતા હોય છે ત્યારે રાજુલા ના સેવાભાવી અને બ્રહ્મસમાજના યુવાન પોતાનો જન્મ દિવસ અનોખી રીતે ઉજવ્યો
રાજુલા શહેરના બ્રહ્મ સમાજના યુવાન ભરતભાઈ જાની
રાજુલા થી પોતાના મિત્રો વર્તુળ સાથે સાવરકુંડલા માનવ મંદિરે દિવ્યાંગો સાથે પોતાનો જન્મદિવસ ઉજવણી કરી ભક્તિરામ બાપુના આશીર્વાદ લીધા
તેમણે કાનાતળાવ માતાજીના આશીર્વાદ લીધા અને સાથે સાથે ગાય માટે લીલી નીરણ માટે પોતાનું અનુદાન આપેલ તેમજ રાજુલા શહેરમાં વૃક્ષારોપણ માટે રોપવા
નું વિતરણ પણ કરેલું આ કાર્યમાં રાજુલા શહેર થી તેમના મિત્રો તેમજ રાજુલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મનીષભાઈ વાળા નાગરિક બેંકના ડિરેક્ટર ભરતભાઈ મહેતા મહેશભાઈ વ્યાસ તેમજ કાનાબાર ન્યૂઝ ના તંત્રી યોગેશ કાનાબાર સહિત ના મિત્રો તેમજ ભાજપના આગેવાનો તેમજ જયરાજભાઈ ધાખડા જયરાજભાઈ ખુમાણ રાજેન્દ્રભાઈ ભાવેશભાઈ ધાખડા તેમજ હોમગાર્ડ કમાન્ડર અજયભાઈ ગોહિલ તેમજ ડુંગર હોમગાર્ડ કમાન્ડર ગાહાભાઈ તેમજ મહેન્દ્રભાઈ ધાખડા સહિતના મિત્રોએ સાથે રહી ને આ જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો