આજ રોજ તારીખ -૧૨/૮/૨૦૨૩ ને શનિવારના રોજ “ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ” અને “જીલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ”ના આદેશાનુસાર આપણાં પડતર પ્રશ્નો ના ઉકેલ માટે
તા.૧૨/૮/૨૦૨૩ને શનિવારના રોજ બપોરે ૧૧:૦૦ થી ૧:૦૦ કલાકે રાજ્યના તમામ તાલુકા મથકોએ નક્કી થયેલ સ્થળોએ “મૌન ઘરણાં” મા “સ્લોગન” સાથે પોતાની ફરજ સમજી હાજર રહી “મૌન ધરણાં” ના કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજુલા તાલુકાના મુખ્ય મથક “રાજુલા” મુકામે રાજુલા તાલુકા આચાર્ય સંઘ, રાજુલા તાલુકા ઉચ્ચતર માધ્યમિક સંઘ, રાજુલા તાલુકા માધ્યમિક સંઘ, રાજુલા તાલુકા વહીવટી સંઘ
આ તમામ સંઘના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહીને “મૌન ધરણા” અને “સ્લોગન” કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ કર્મચારીઓ પોતાની નૈતિક જવાબદારી સમજીને હાજર રહ્યા તે બદલ આ તમામ સંઘોના કર્મચારીશ્રીઓનો ખુબ ખુબ આભાર…….
લી. રાજુલા તાલુકા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ.