આને કહેવાય લાડીલા ધારાસભ્ય …
રાજુલા 98 વિધાન સભા ના ધારાસભ્ય તરીકે હીરાલાલ સોલંકી કદાચ આ વિસ્તાર આ ધારાસભ્ય કોઈ માં ઓળખે તેવું તો ના જ બને અને આરોગ્ય અને શિક્ષણ ધાર્મિક બાબત માં સદા અગ્રેસર રહેતા આ ધારાસભ્ય થોડા દિવસો પહેલા ખાંભા તાલુકાના પ્રવાસ દરમિયાન વાંગધ્રા ગામની નિકિતા નરશીભાઈ સરવૈયા નામની દીકરી જેને સંગીતમાં ખૂબ રુચિ અને શોખ હોવાનું જાણવા મળેલું ત્યારે આ દીકરી એ આ ધારાસભ્ય ને મળી અને પાસે આવીને કહ્યું કે મને હાર્મોનિયમ ની જરૂરિયાત છે મારો આ શોખ છે આ વાત સાંભળતા જ આ જાબાજ અને લોકલાડીલા ધારાસભ્ય એ તાત્કાલિક તેમના માટે હાર્મોનિયમ ની વ્યવસ્થા કરાવી અને આ દીકરી સંગીત ક્ષેત્રે ઉતરોતર પ્રગતિ કરતી અને આગળ વધે તેવી શુભેચ્છા સાથે આશીર્વાદ પાઠવ્યા આને કહેવાય ધારાસભ્ય. અને તેને જણાવ્યું કે આવી કેટલી પ્રતિભા આપની આસપાસ છુપાયેલી હોય છે આવી પ્રતિભાઓને બને તેટલી મદદ કરીએ અને પ્રોત્સાહન આપીએ આ દીકરી આવનારા સમયમાં ખૂબ આગળ વધશે અને પોતાના માતા પિતા, ગામ સહિત સમગ્ર વિસ્તારનું નામ રોશન કરશે તેવી મને પૂરી આશા છે