- સર્વધર્મના મેળામાં 110 લાભાર્થીને નોકરીની ઓફર મળી
- રોજગાર મેળામાં 15 કંપનીઓએ ભાગ લીધો હતો
- જાતિના લોકો માટે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું
શહેરમાં ગત તા.20/05ના રોજ AMP (એસોસિયેશન ઓફ્ મુસ્લિમ પ્રોફેશનલ્સ) ક્રેસન્ટ સ્કૂલ, જુહાપુરા, સરખેજ રોડ ખાતે તમામ ધર્મ, જાતિના લોકો માટે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવાનોએ હોંશભેર ભાગ લીધો હતો. રોજગાર મેળામાં 15 કંપનીઓએ ભાગ લીધો હતો. લગભગ 190 લાભાર્થીઓએ ભાગ લીધો જેમાંથી 110 લાભાર્થીઓને નોકરીની ઓફ્ર કરવામાં આવી હતી. આ પ્રોગ્રામમાં ક્રેસન્ટ સ્કૂલના સંચાલક આસિફ્ ખાન, સઇદા ફઉન્ડેશનના હૈદરભાઈ મિરઝા તથા સભ્યોનો ખૂબ સારો સહકાર રહ્યો હતો.