- ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવા 3 શખ્સ પાસેથી 6.50 લાખ લીધા હતા
- સ્યૂસાઇડ નોટમાં પોલીસે અરજી કે ફરિયાદ લેવાનો સ્પષ્ટ ઈનકાર કર્યાનો ઉલ્લેખ
- પુલિસવાલેને FIR ન લિખી જિસ સે મેં ડિપ્રેશ હો ગયા થા…
ઓઢવમાં રહેતા અને વિદ્યાનગર સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા 28 વર્ષીય સુબ્રોતો પાલે પઠાણી ઉઘરાણી કરતા ત્રણ વ્યક્તિના ત્રાસથી ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આપઘાત કરતા પહેલાં એક ચીઠ્ઠી પણ લખી હતી. જેમાં તેના મોતના જવાબદારમાં પોલીસને પણ ગણાવી છે.
ઓઢવમાં 28 વર્ષીય શુભન્કર પાલ પરિવાર સાથે રહે છે, જેમાં તેમના ભાઈ સુબ્રોતો પાલ વિદ્યાનગર સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરે છે. જેમાં આઠેક મહિના અગાઉ યશપાલસિંહ પાસેથી તેમને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવા માટે બે વખત મળીને કુલ 6.50 લાખ લીધા હતા. આ રૂપિયા પણ શુભન્કરે ક્રિપ્ટો કરન્સીમાં રોક્યા હતા અને અમનસિંગને પણ 50 ટકા નફે આપવાની વાત કરી હતી. પરંતુ નુકસાન થતાં શુભન્કર ભરપાઈ કરી શક્યો ન હતો. જે બાદ યશપાલસિંહ, અમનસિંહ ચૌહાણ તથા હર્ષિલ મિશ્રા અવારનવાર ઘરે આવીને ધમકીઓ આપતા હતા. આથી ગત 30મેના દિવસે શુભન્કરે ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ તેનો ભાઇ સુબ્રોતો ગભરાઇ ગયો હતો. જેથી ગત 5 જૂનના દિવસે સુબ્રોતોએ ઘરના રસોડામાં રાત્રીના સમયે ગળે ફંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. શિક્ષકના આપઘાત મામલે ઝોન 5 ડીસીપી બળવંત દેસાઇનો સંપર્ક કરતા તેમણે ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી.
પુલિસવાલેને FIR ન લિખી જિસ સે મેં ડિપ્રેશ હો ગયા થા…
મેં સુબ્રોતો પાલ આજ સ્યૂસાઇડ કરને જા રહા હૂં, જિસકે જિમ્મેદાર તીન લોગ હૈ, યશપાલસિંહ, હર્ષિત મિશ્રા, અમનસિંહ ચૌહાણ ઔર પુલિસવાલે… હમારી એફઆઈઆર જલદી લિખ નહીં રહી થી. જિસસે મેં બહોત જ્યાદા ડિપ્રેશ હો ગયા થા. ઈસ લિયે આજ મૈને યહ ફૈસલા લિયા મેં ખુદકો ખતમ કરલું, શાયદ મેરે મરને કે બાદ મેરે પરિવાર કો ન્યાય મિલે…