કલા મહાકુંભ – અમરેલીના કલરવ બગડાએ હોર્મોનિયમમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને
અમરેલીના સાવરકુંડલાના માધવ સંગીત ગ્રુપના વિદ્યાર્થી કલરવ બગડાએ કલા મહાકુંભમાં રાજ્યકક્ષાએ હાર્મોનિયમમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. શિષ્યની આ સિદ્ધિથી કલાગુરુ શ્રી અરવિંદ શેલડિયાની છાતી ગજ-ગજ ફૂલી ગઈ છે.
તાજેતરમાં અમરેલી ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની કલામહાકુંભમાં ૧૫ થી ૨૦ વર્ષની વયજૂથની સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાંથી ચુનિંદા કલાકારોએ ભાગી લીધો હતો. તેમાં કલરવ બગડાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. અગાઉ કલરવ સીદસરમાં ઝોન સ્તરે અને ઈડરમાં સ્તરે પ્રથમ આવ્યા હતા. કલરવના સંગીત શિક્ષક અરવિંદ શેલડિયાની સખત મહેનત આખરે રંગ લાવી. કલરવની આ સિદ્ધિ પાછળ શિક્ષક એવા દિપકભાઈ વાળા અને ઝાલાબાપુનું પણ પ્રોત્સાહન મળતું રહ્યું છે.
આ ઉપરાંત કલરવ માટે મહાકુંભમાં વગાડવા માટેની સુરિલા હાર્મોનિયમની વ્યવસ્થા કરનાર કન્દર્પ ભટ્ટ અને સંગીત સાથી કાજલ ચુડાસમાનું પણ કલરવની આ સિદ્ધિમાં યોગદાન કેમ ભૂલી શકાય ? કલરવ સાથે હાર્મોનિયમમાં તબલા સાથે સંગત આપનાર મંત્ર ગોસ્વામી પણ તાજેતરમાં રાજ્યકક્ષાએ પ્રથમ આવ્યો.
કલવરની સિદ્ધિ અંગે શિક્ષક અરવિંદ શેલડિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, સાવરકુંડલામાં સંગીત પ્રત્યે બાળકોમાં રસ વધી રહ્યો છે અને કલરવની આ સિદ્ધિ સંગીતના વિદ્યાર્થીઓમાં નવું જોમ પૂરશે.
કલરવ બગડાની શાળાનો પણ આ સિદ્ધિમાં મોટું યોગદાન રહ્યું. એચ.એન.વિરાણી સ્કુલના આચાર્ય પ્રજ્ઞેશભાઈ ભટ્ટે પણ તેને મનપસંદ ક્ષેત્રમાં આગળ ધપવા માટે પ્રોત્સાહિત કર્યો. તો બીજી તરફ હિરેનભાઈ ભડકોલિયા અને વિનોદભાઈ વિંઝુડાએ પણ બાળકની પ્રતિભાને પારખી સંગીતક્ષેત્રે નવો ચીલો ચાતરવાનું બળ પુરુ પાડ્યું.
અમરેલીમાં યોજાયેલા કલામહાકુંભનુ સફળ અને અદ્દભુત આયોજન માટે ગુજરાતભરમાંથી આવેલા કલાકારોએ જીલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી વિક્ર્મસિંહ પરમાર , શ્રી કુરેશીસાહેબ, હરેશભાઈ મેતલિયા, અરવિંદભાઈ બારૈયા, અગ્રાવત સર વગેરેનો ખુબ ખુબ આભાર માન્યો. હરેશભાઈ મેતલિયા અને તેની ટીમે લગભગ એક અઠવાડીયા સુધી રાત દિવસ એક કરી કલાકારોને સારુ ભોજન, રહેવાની યોગ્ય વ્યવસ્થા ઉપરાંત સુચારુ રીતે ટ્રાન્સ્રપોર્ટેશનની સુવિધા ઉપલબ્ધ કરાવી..
આ કાર્યક્રમમાં કુલ 33 જીલ્લાઓ અને પાંચ મહાનગરપાલિકાના કુલ 2900 વિદ્યાર્થીઓ અને કલાકારોએ હોંશભેર ભાગ લીધો હતો. આ ઉપરાંત અલગ અલગ જીલ્લામાંથી કલાકારો સાથે આવેલા કોચ અને સમગ્રના પ્રતિષ્ઠીત સંગીતજ્ઞ નિર્ણાયક તરીકે પધાર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું અમરેલી જીલ્લા યુવા વિકાસ અધિકારી અને રમત ગમત કચેરી દ્વારા સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું.
અમરેલી તંત્ર દ્વારા કરાયેલ સારા આયોજનની ઉપદંડક શ્રી કૌષિકભાઈ વેકરિયા અને સાંસદ શ્રી નારણભાઈ કાછડિયા, તેમજ સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ પણ નોંધ લીધી અને જિલ્લા યુવા વિકાસ અધિકારી વિક્ર્મસિહ પરમારને અભિનંદન પાઠવ્યા.