- 200થી વધુ અભ્યાસક્રમોની વિશેષ કારકિર્દીની માહિતી સામેલ
- લોન, સરકારી-ખાનગી ટ્રસ્ટોની સ્કોલરશિપ વિશે જાણી શકાશે
- અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે પણ માહિતીનો વિશેષ સમાવેશ કરાયો
કારકિર્દીના ઉંબરે’ ધોરણ 12 પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું સોમવારે પાલડીના સ્થિત કોંગ્રેસ ભવન ખાતે વિમોચન કરાયું હતું. આ પુસ્તક સ્પર્ધાત્મક વાતાવરણમાં ગુજરાતના વિદ્યાર્થીઓ, વાલીઓ માટે પથદર્શક બની રહેશે, અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે પણ માહિતીનો વિશેષ સમાવેશ કરાયો છે.
કોંગ્રેસના મીડિયા કન્વીનર ડો. મનીષ દોશી અને તેમના સહયોગી દ્વારા સતત 18મા વર્ષે કારકિર્દીના ઉંબરે પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે. ગુજરાતના યુવાનો માટે શૈક્ષણિક સંસ્થાઓ, વિવિધ અભ્યાસક્રમો અંગે કેરિયર પાથ ડોટ ઈન્ફો પર પણ ઓનલાઈન પુસ્તિકા ઉપલબ્ધ છે. આ પુસ્તકમાં ધોરણ 12 પછી ઉપલબ્ધ 200થી વધુ અભ્યાસક્રમોની વિગતો સાથે વિશેષ કારકિર્દીના અભ્યાસક્રમો અંગેની માહિતીનો સમાવેશ કરાયો છે. આગામી સમયની માગ અનુસાર, નોકરીની વિવિધ તકો ઉપર વિશેષ વિગતો આ પુસ્તકમાં સામેલ કરાઈ છે. નવા નવા અભ્યાસક્રમો જે રાજ્યમાં ઉપલબ્ધ નથી તેની પણ માહિતી અને પ્રવેશ પરીક્ષા અને બને ત્યાં સુધી જુદી જુદી સંસ્થાઓ કે જેઓ વિશિષ્ટ અભ્યાસક્રમો ભણાવે છે તેમની વેબસાઈટ પણ છે. એજ્યુકેશન લોન, સ્કોલરશીપ આપતી વિવિધ સરકારી વિભાગો અને ખાનગી ટ્રસ્ટોની વિગતો આ પુસ્તકની વિશેષતા છે.