પંચમહાલના કાલોલમાં ચલાલીમાં અનોખો વરઘોડો નીકળ્યો તથા IPL ફાઈનલ મેચની ટિકિટ માટે કેબિનેટ મંત્રીને ફોનનો મારો શરૂ તેમજ રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે અને નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનને લઈને વિવાદ સતત વધી રહ્યો છે આ સિવાયના મહત્વના સમાચાર…
વધુ વાંચો : પંચમહાલ: બુલડોઝર પર વરઘોડો નીકળ્યો, જોખમી સ્ટંટ સાથે ડાન્સ કર્યો
પંચમહાલના કાલોલમાં ચલાલીમાં અનોખો વરઘોડો નીકળ્યો છે. જેમાં વરઘોડો બગી કે ઘોડાની જગ્યાએ બુલડોઝર પર કાઢ્યો હતો. વરરાજા સહિતના લોકો જેસીબી મશીન પર સવાર થયેલા જોવા મળ્યા હતા.
વધુ વાંચો : લો બોલો, IPL ફાઈનલ મેચની ટિકિટ માટે કેબિનેટ મંત્રીને ફોનનો મારો
IPL ફાઈનલ મેચની ટિકિટ માટે કેબિનેટ મંત્રીને ફોનનો મારો શરૂ થયો છે. જેમાં ટિકિટ માટે લોકોએ રાઘવજી પટેલને ફોન કરતા મંત્રી કંટાળ્યા છે. તેમાં જાહેરમંચ ઉપરથી મંત્રીએ કહ્યું લોકોએ મેચ જોવા ખૂબ ફોન કર્યા છે.
વધુ વાંચો : અમદાવાદમાં રમાનારી IPL મેચમાં વરસાદી વિધ્ન નડશે!
રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે. જેમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગરમીથી રાહત મળશે. તેમજ રાજ્યમાં મોટાભાગના શહેરોમાં તાપમાનમાં ઘટાડો થશે. તથા અમદાવાદમાં 43.4 ડિગ્રી, ગાંધીનગર 42.0 ડિગ્રી તાપમાન છે. તેમજ 6 શહેરોમાં તાપમાન 40 ડિગ્રી આસપાસ નોંધાયું છે.
વધુ વાંચો : સુરતમાં આજે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, ભક્તો રાત્રે જ આવી ગયા
સુરતમાં આજે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવા જઇ રહ્યો છે. જેમાં સુરતના ગોપીયન ગામમાં ધીરેન્દ્ર શાસ્ત્રી રોકાયા છે. તેમજ દરબાર પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીનો રોડ-શો યોજાશે. તથા લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડમાં દિવ્ય દરબાર યોજાવા જઇ રહ્યો છે.
વધુ વાંચો : કમસે કમ તેમને આમંત્રણ તો આપો, રાષ્ટ્રપતિને લઇને સંજય રાઉત ભડક્યા
નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનને લઈને વિવાદ સતત વધી રહ્યો છે. હવે શિવસેના (UBT) નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કેન્દ્ર સરકાર પર જોરદાર હુમલો કર્યો છે. જ્યારે તેમણે ઉદ્ઘાટન સમારોહના આમંત્રણ પત્રમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના નામનો ઉલ્લેખ ન કર્યો ત્યારે રાઉત ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે ઓછામાં ઓછું તેમને આમંત્રણ આપો.
વધુ વાંચો : ‘વસ્તી નિયંત્રણ માટે કાયદો જરૂરી, દેશ આટલો બોજ સહન કેમ કરે?’બાબા રામદેવ
યોગગુરુ સ્વામી રામદેવે ફરી એકવાર વસ્તી નિયંત્રણ અંગેના કાયદાની હિમાયત કરી છે. તેમણે કહ્યું કે હવે દેશમાં વસ્તી નિયંત્રણ માટે કાયદો બનાવવો જોઈએ. રામદેવે કહ્યું કે દેશની વર્તમાન પરિસ્થિતિને કારણે દેશની વસ્તી ખૂબ જ ગંભીર બની ગઈ છે, તેથી દેશની સંસદમાં વસ્તી નિયંત્રણને લઈને કાયદો બનાવવો ખૂબ જ જરૂરી બની ગયો છે.
વધુ વાંચો : પદ્મા સુબ્રમણ્યમ, જેમણે PMOને લખેલા પત્રથી સમગ્ર દુનિયા સામે આવ્યુ ‘સેંગોલ’
જ્યારે પ્રખ્યાત શાસ્ત્રીય નૃત્યાંગના ડૉ. પદ્મા સુબ્રમણ્યમે 2021માં સેંગોલ પરના તમિલ લેખનો અનુવાદ વડાપ્રધાન કાર્યાલયને પત્ર લખીને મોકલ્યો હશે, ત્યારે તેમણે કલ્પના પણ નહીં કરી હોય કે તેની અસર આટલી વ્યાપક હશે અને સમગ્ર દેશમાં સેંગોલ વિશે ચર્ચાઓ શરૂ થશે. બે વર્ષ પછી, હવે સુવર્ણ રાજદંડને અલ્હાબાદ મ્યુઝિયમની નેહરુ ગેલેરીમાંથી 28 મેના રોજ નવી સંસદની ઇમારતમાં સ્થાપિત કરવા માટે દિલ્હી લાવવામાં આવી રહ્યો છે.
વધુ વાંચો : ચીની કંપની Alibabaનો ખુલાસો, નહીં થાય છટણી પરંતુ કરાશે નવી રિક્રૂરમેન્ટ!
ચીનની સૌથી મોટી કંપની અલીબાબા ગ્રૂપ હોલ્ડિંગ લિમિટેડે 15000 લોકોને કામ પર રાખવાની યોજના બનાવી છે. દિગ્ગજ ચીની ટેક્નિકલ ગ્રૂપ નોકરીમાં ઘટાડો કરશે એ વાતને તેઓએ નકારી છે. તેની સાથે હાયરિંગ સિસ્ટમ એ પણ સાબિત કરી રહી છે કે કંપની નવા લોકો લઈ રહી છે.
વધુ વાંચો : હાઇએસ્ટ સ્કોરર છે ગિલ, શમીએ લીધી સૌથી વધુ વિકેટ,જાણો અમદાવાદના 10 રેકોર્ડ
IPL 16ની બીજી ક્વોલિફાયર મેચ ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ જીતનારી ટીમ આ સિઝનની બીજી ફાઇનલિસ્ટ બની જશે, જે 28 મેના રોજ ચેન્નાઇ સુપર કિંગ્સ સાથે ટકરાશે. બીજી તરફ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતના ખેલાડીઓના આંકડા ઘણા સારા છે. આવો જાણીએ સ્ટેડિયમ સાથે સંબંધિત 10 ખાસ આંકડાઓ.