સોશિયલ મીડિયા પર એક વીડિયો હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ભજન કાર્યક્રમ દરમિયાન કીર્તિદાન ગઢવી પર નોટોનો વરસાદ થયો હતો. આ કાર્યક્રમ રાતે 11 તારીખે શનિવાર વલસાડના અગ્નિવીર ગૌ સેવા દળ દ્વારા આયોજીત કરવામાં આવ્યો હતો. જેમ જેમ ડાયરો જામતો ગયો તેમ તેમ નોટોનો વરસાદ થવા લાગ્યો. આ વીડિયો એએનઆઈ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યો છે. વાયરલ વીડિયો ગુજરાતના વલસાડનો છે
ANI દ્વારા ટ્વિટ કરવામાં આવેલા આ વીડિયોમાં કીર્તિદાન ગઢવી હારમોનિયમ સાથે ભજન ગાઈ રહ્યા છે. તેમના પોડિયમની આગળ સફેદ શર્ટમાં ઊભેલો શખ્સ 10,20,50 અને 100 રૂપિયાની નોટનો વરસાદ કરતો દેખાઈ રહ્યો છે. ધીમે ધીમે આખું સ્ટેજ નોટોથી ઢંકાય જાય છે. સંગીત સંધ્યા દરમિયાન ધનનો ઢગલો થવાનો આ કોઈ પહેલી વાર નથી બન્યું. ખાસ કરીને ગુજરાતમાં આવા ડાયરા થતાં રહેશે અને તેમાં ચલણી નોટોનો વરસાદ થતા રહે છે. કાર્યક્રમ સમાપ્ત થયા બાદ આ નોટો એકઠી સામાજિક કલ્યાણ માટે તેનો ઉપયોગ થાય છે.
કીર્તિદાન ગઢવીએ જણાવ્યું કે, આ કાર્યક્રમ ગાયોની સેવા માટે રૂપિયા એકઠા માટે આયોજીત કર્યો હતો, જે અસ્વસ્થ છે અને ચાલી શકતી નથી. આ બધા પૈસા દાનમાં જાય છે. આ પહેલી વાર નથી, જ્યારે ડાયરામાં આવી રીતે લાખો રૂપિયાનો વરસાદ થયો હોય. ડિસેમ્બર 2022માં નવસારીના એક ગામમાં પણ ગઢવી પર લાખો રૂપિયાનો વરસાદ થયો હતો. આવા જ પ્રકારના વીડિયો 2017 અને 2018માં પણ સામે આવી ચુક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સ્વસ્તિકસાપ્તાહિક/SNNews સાથે.