- ઉચ્ચ અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓ માટે વધુ એક વિકલ્પ
- 10મી ઓગસ્ટથી કેનેડા સરકાર PTE એકેડેમિક સ્કોર સ્વીકારશે
- કેનેડા અભ્યાસ કરવા જનાર વિદ્યાર્થીઓને અત્યાર સુધીમાં અંગ્રેજી ભાષા માટે IELTSની ટેસ્ટ ફરજિયાત
કેનેડામાં સ્ટુડન્ટ ડાયરેક્ટર સ્ટ્રીમ હેઠળ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે જાય છે. આ સંખ્યામાં દર વર્ષે મોટો વધારો જોવા મળે છે. ગુજરાતના આ વિદ્યાર્થીઓને વિઝા માટે વધુ એક વિકલ્પ આપવામાં આવ્યો છે. IELTSની સાથે હવે પિઅરસન ટેસ્ટ ઓફ ઈિંગ્લશ ( PTE ) એકેડેમિકને પણ માન્ય ગણવામાં આવશે. આગામી 10મી ઓગસ્ટથી કેનેડા સરકાર દ્વારા PTE એકેડેમિક સ્કોર સ્વિકારશે. ગુજરાતમાંથી કેનેડા સહિતના વિવિધ દેશોમાં સ્ટુડન્ટ વિઝા તેમજ નોન સ્ટુડન્ડ-માઈગ્રેશન સહિતના વિઝા માટે દર વર્ષે અંદાજે 3.5 લાખથી વધુ અરજી થાય છે. કેનેડા સરકાર દ્વારા PTEને માન્યતા આપતાં ગુજરાતમાંથી જનાર વિદ્યાર્થીઓની સંખ્યામા હવે મોટો વધારો થશે.
કેનેડા અભ્યાસ કરવા જનાર વિદ્યાર્થીઓને અત્યાર સુધીમાં અંગ્રેજી ભાષા માટે IELTSની ટેસ્ટ ફરજિયાત પાસ કરવી પડતી હતી, પરંતુ હવે PTEને પણ માન્યતા પ્રાપ્ત થઈ છે. કેનેડાના ઈમેગ્રેશન, રેફ્યૂઝી એન્ડ સિટિઝનશિપ વિભાગ દ્વારા સ્ટુડન્ય ડાયરેક્ટ સ્ટ્રીમ હેઠળ ભારત સહિતના વિવિધ દેશમાંથી ઉચ્ચ અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ માટે પિઅરસન ટેસ્ટ ઓફ ઈિંગ્લશ ( PTE )ને માન્યતા આપવામાં આવી છે.