Thursday, December 26, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

કેન્દ્રીય મંત્રીશ્રી પરષોતમભાઈ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાંઅમરેલીના બાબાપુર સ્થિત જવાહર નવોદય વિદ્યાલય નો ૧૬મો વાર્ષિક કાર્યક્રમ ૨૦૨૩ યોજાયો

કેન્દ્રીય મંત્રીશ્રી પરષોતમભાઈ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં

અમરેલીના બાબાપુર સ્થિત જવાહર નવોદય

વિદ્યાલય નો ૧૬મો વાર્ષિક કાર્યક્રમ ૨૦૨૩ યોજાયો

વર્ષ ૨૦૪૭માં ભારત વિકસિત રાષ્ટ્ર બનશે

તેમાં શિક્ષણનો ખૂબ મોટો ફાળો હશે

-કેન્દ્રીય મંત્રીશ્રી પરષોતમભાઈ રૂપાલા

કેન્દ્રીય મંત્રીશ્રી રૂપાલાએ જવાહર નવોદય વિદ્યાલયની

શિક્ષા પ્રવૃત્તિઓને બિરદાવી, શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કરનાર

વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું

જવાહર નવોદય વિદ્યાલયમાં શિક્ષા, કૌશલ્ય નિર્માણની સાથે

રમત-ગમત પ્રવૃત્તિઓ થકી વિદ્યાર્થીઓનું સર્વાંગી રીતે ઘડતર થઈ રહ્યું છે

(ધર્મેશ વાળા માહિતી કચેરી અમરેલી દ્વારા) બાબાપુર સ્થિત પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય ખાતે કેન્દ્રીય ફિશરીઝ, પશુપાલન અને ડેરી મંત્રીશ્રી પરષોતમભાઈ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં વિદ્યાલયનો ૧૬મો વાર્ષિક કાર્યક્રમ યોજાયો હતો.

ઉલ્લેખનીય છે કે, જવાહર નવોદય વિદ્યાલય થકી દેશમાં શિક્ષામાં ઉત્કૃષ્ટ રીતે આમૂલ પરિવર્તન આવ્યું છે. આ વિદ્યાલયમાં શિક્ષા, કૌશલ્ય નિર્માણની સાથે સાથે રમત-ગમત પ્રવૃત્તિઓ થકી વિદ્યાર્થીઓનું સર્વાંગીય ઘડતર કરવામાં આવી રહ્યું છે. ડિજિટલ અને સ્માર્ટ ક્લાસની મદદથી વિદ્યાર્થીઓ ગુણવત્તાલક્ષી શિક્ષા પ્રાપ્ત કરી રહ્યા છે.

કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલાએ, બાબાપુર જવાહર નવોદય વિદ્યાલયના ૧૬મા વાર્ષિક કાર્યક્રમમાં જણાવ્યુ કે, વર્ષ ૨૦૪૭માં ભારત વિકસિત રાષ્ટ્ર બનશે તેમાં શિક્ષણનો ખૂબ મોટો ફાળો હશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બાબાપુર જવાહર નવોદય વિદ્યાલયને પીએમ શ્રી સ્કૂલનો દરજ્જો આપવામાં આવ્યો છે એ બદલ આપણે સૌ પ્રધાનમંત્રીશ્રીના આભારી છીએ.

વધુમાં કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યુ કે, જી-૨૦ નેતૃત્વ સમયે વડાપ્રધાનશ્રીએ દુનિયાને ‘વસુધૈવ કુટુંબકમ’નું સૂત્ર આપ્યું, આજે સમગ્ર દુનિયા આ સૂત્રને આત્મસાત કરી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં શરુ કરવામાં આવેલ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ને સરકારની એક અભૂતપૂર્વ છે.

કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલાએ, જવાહર નવોદય વિદ્યાલય-અમરેલીના કેમ્પસની શિક્ષા પ્રવૃત્તિઓને બિરદાવી હતી અને વિદ્યાલયમાં ચાલતી ઉમદા શિક્ષા પ્રવૃત્તિઓ માટે શાળાને, વિદ્યાર્થીઓને અભિનંદન સાથે ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર વર્ષ દરમિયાન શિક્ષણમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વિદ્યાર્થીઓનું અને વિવિધ રમતગમત સ્પર્ધાઓમાં વિજેતા ખેલાડીઓને, મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે વાર્ષિક કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.

કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલાએ બાબાપુર જવાહર નવોદય વિદ્યાલયના વાર્ષિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ નૃત્ય, લોકસંગીત અને લોકગીત સહિતની વિવિધ સાંસ્કૃતિક કૃત્તિઓ નિહાળી હતી.

બાબાપુર જવાહર નવોદય વિદ્યાલયના વાર્ષિક કાર્યક્રમમાં સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, જિલ્લાના પદાધિકારીશ્રીઓ, જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યશ્રી, શિક્ષકશ્રીઓ, કર્મચારીગણ સહિત શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles