લીલીયા (મનોજ જોશી દ્વારા) : ક્રાંકચના ગૌરવશાળી સિંહ ગૃપમાં અઢીથી ચાર માસના વધુ ૯(નવ) સિંહબાળનો ઉમેરો વાઘણીયામાં ૨, ક્રાંકચ સામાકાંઠામાં ૪,અને અંટાળીયા પંથકમાં વિહાર કરી રહ્યાં છે ૩ સિંહબાળ….
ક્રાંકચ તથા આસપાસના વિસ્તારમા છેલ્લા બે દાયકાથી સાવજોનો વસવાટ છે. અને અહી કુદકેને ભુસકે સાવજોની વસતિ વધી રહી છે. શેત્રુજી નદી જેનુ પાલન પોષણ કરી રહી છે તે ગૌરવશાળી ક્રાંકચ પ્રાઈડમાં નવા સિંહબાળનો ઉમેરો થયો છે. અહીં જુદીજુદી ત્રણ સિંહણ દ્વારા નવ બચ્ચાને જન્મ અપાયો છે અને હાલમા આ બચ્ચા અઢીથી ચાર માસની ઉંમરના થતા જાહેરમાં દેખાવા લાગ્યા છે.શેત્રુજી નદીએ અમરેલી અને ભાવનગર જિલ્લાના અનેક વિસ્તારમા સાવજોનુ પાલન પોષણ કર્યુ છે. આ નદીના કાંઠાળ વિસ્તારમાં ચાંચઈ પાણીયાથી લઇ છેક પાલિતાણા સુધીના વિસ્તારમાં સાવજોનો પછી અને રહેઠાણની જરૂરીયાત આ નદી પુરી પાડે છે. છે. પરંતુ શેત્રુજી નદીના આશરે નેવુ કિલોમીટરના સફરમા સાવજોને સૌથી સાનુકુળ રહેઠાણ ક્રાંકચ પંથકમાં મળ્યું છે. જેના કારણે છેલ્લા બે દાયકા દરમિયાન અહીં ૪૫ સાવજોનુ વિશાળ ગૃપ વસી રહ્યું છે.જે અમરેલી, સાવરકુંડલા અને લીલીયા તાલુકાની બોર્ડરમા અવરજવર કરતુ રહે છે.જો કે હવે ક્રાંકચ પ્રાઈડના સભ્યોની સંખ્યામા ઉમેરો થયો છે. સાવજોનો સંવનન કાળ પુરો થયા બાદ નિશ્ચિત સમય પછી અહીં સાવજોની વસતિ વધવાની ધારણા હતી જ. પરંતુ નવા કેટલાક સિંહબાળનો જન્મ થયો છે તે હવે ધીમેધીમે બહાર આવી રહ્યું છે. સામાન્ય રીતે સિંહણ બચ્ચાને જન્મ આપે ત્યારબાદ બે ત્રણ માસ સુધી તેને છુપાવીને રાખે છે અને જાહેરમાં લાવતી નથી. અઢીથી ચાર માસ પહેલાના સમયગાળા દરમિયાન જન્મેલા બચ્ચા હવે બહાર દેખાવાનુ શરૂ થયુ છે.નવા સિંહબાળ નજરે પડતા લીલીયા, સાવરકુંડલા પંથકના નદી કાંઠા વિસ્તારમાં નવ બચ્ચાનો જન્મ થયાનુ સ્પષ્ટ થયુ છે. ક્રાંકચના સામાકાંઠા વિસ્તારમાં એક સિંહણ છે સાથે નજરે ઉમરના છે. આ ઉપરાંત વાઘણીયા અને નાના લીલીયા વિસ્તારમા ફરતી એક સિંહણ બે બચ્ચા સાથે નજરે પડે છે. આ બચ્ચા હાલમાં અઢીથી ત્રણ માસના છે. જયારે અંટાળીયા તથા આસપાસના વિસ્તારમાં એક સિંહણ ત્રણ બચ્ચા સાથે ફરી રહી છે. આ ત્રણેય બચ્ચા પણ અઢીથી ત્રણ માસની ઉંમરના છે.કુદરતના ક્રમ મુજબ ૫૦% બચ્ચા માંડ મોટા થાય છેઆમ તો આ ક્રાંકચ અને આસપાસના વિસ્તારમા સાવજો માટે રહેઠાણ, પાણી અને ખોરાકની તમામ જરૂરીયાત પુરી થાય છે. વળી અહીના સાવજો વધુ સલામત છે. પરંતુ કુદરતના ક્રમ મુજબ જેટલા બચ્ચાનો જન્મ થાય છે તેમાથી માંડ ૫૦% બચ્ચા યુવાવસ્થા સુધી પહોંચે છે.તે મનોજ જોશીની યાદીમાં જણાવેલ છે.