રોજબરોજ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે હાલમાં જ રૂવાડા બેઠા કરી દેતી અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બેજવાબદાર ટ્રેક્ટર ચાલકે સામેથી આવી રહેલી 18 વર્ષીય વિદ્યાર્થીને કચડી નાખી. આ ઘટનામાં 18 વર્ષીય યુવતી તડપી તડપીને મોતને ભેટી હતી. અકસ્માત સર્જાતા જ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા.
સમગ્ર બનાવ બાદ, મૃતક દીકરીના પરિવારજનો અને ગામલોકોમાં રોષની લાગણી છવાઈ ગઈ હતી. દીકરીને કચડીને ટ્રેક્ટર ચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. સીસીટીવીમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, કેવી રીતે એક ટ્રક ચાલકે સામેથી આવી રહેલી યુવતીને કચડી નાખી.
અકસ્માતની જાણ થતા જ, પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણકારી મેળવી પોલીસે ટ્રેક્ટર અને ટ્રોલી ને કબજે કરી લીધી છે, અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. દીકરીના મૃત્યુ બાદ પરિવાર અને ગ્રામ્યજનોએ હોબાળો મચાવી દીધો હતો. દીકરીના પરિવારને સમજાવવામાં પોલીસે બે કલાકની જહેમત ઉઠાવી હતી, અને માંડ માંડ દરેકને સમજાવીને શાંત પાડ્યા.
મળતી માહિતી અનુસાર આ ગંભીર અકસ્માત ગોરખપુરમાં બન્યો છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો, રામાનંદ પાંડે નામના વ્યક્તિની દીકરી દીપશિખા BSC ના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. જે દિવસે ઘટના બની, ત્યારે દીપશિખા કોચિંગ માટે ગઈ હતી, જ્યારે ક્લાસ પૂરા થયા બાદ સાંજે ઘરે પરત ફરી રહી હતી ત્યારે આ ભીષણ અકસ્માત સર્જાયો હતો અને પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
આ ગંભીર અકસ્માત નજીકમાં રહેલા સીસીટીવી માં કેદ થઈ ગયો હતો. સીસીટીવી ફૂટેજમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, દીપશિખા સાયકલ લઈને ઘરે જઈ રહી હતી, અને તેવામાં સામેથી માટી ભરીને આવતા ટ્રેક્ટરે દીકરીને કચડી નાખી હતી. આ ઘટનામાં દીકરી ગંભીર રીતે ઈજા ગ્રસ્ત થઈ હતી, અને ઘટના સ્થળે જ મોતને ભેટી હતી.
પોલીસે સીસીટીવી તપાસી આગળની તજવીજ હાથ ધરી છે. આ ઘટના બાદ મૃતક દિકરીના પરિવારજનોએ પોલીસને આવેદનપત્ર પણ આપ્યું હતું. જેમાં પરિવારે 50 લાખ રૂપિયાના વળતરની માંગ કરી છે. પોલીસ અધિકારીઓએ પરિવારજનોને ખાતરી આપી કે, આ બાબત મુખ્યમંત્રીના ધ્યાનમાં લેવામાં આવશે અને પરિવારને આર્થિક રીતે મદદ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સ્વસ્તિકસાપ્તાહિક/SNNews સાથે.